પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
માણસાઈના દીવા
 

વાર નહીં લગાડે.

વાત સાચી હો કે ખોટી, બાબરને વહેમ પડી ગયો કે બહેન કોઈક દા'ડો દગો દેશે - બહેન ખૂટશે !

એક દિવસ ઝારોળાથી એક માઈલ આવેલા ચૂવા ગામના ખેતરમાં બાબર પડ્યો હતો. બહેન આવી ભાઈની પાસે બેઠી, આડીઅવળી વાતો કરવા લાગી. વાતો કરતે કરતે એ બાબરની બાજુમાં પડેલી એની બંદૂક હાથમાં લઈને તપાસવા લાગી.

ભાઈના મનમાં ઘોળાતો વહેમ સજ્જડ થયો.

“એમ ન જોવાય બંદૂક... એંહ, આમ જો - આમ... જોવાય.” એમ કહેતે કહેતે બહેનના હાથમાંથી બંદૂક સેરવી લઈને એણે બહેનના કપાળમાં નોંધી, છોડી : બહેનની ખોપરીનાં કાચલાં થઈ ગયાં.

[૪]

બામણવાડાની સીમમાં બાબર ચૂપચાપ બેઠો છે. કોઈકની વાટ છે. અંતરમાં અધીરાઈ છે, પણ કળાવા દેતો નથી.

આખરે આવેતુ દેખાયો.

એ હતો ઝૂલંદવાળો રાવળિયો - જેને બાબરે પોતાના બે નાનકડા નિરાધાર ભાઈઓ ભળાવ્યા હતા. એ બે બાળકોની છૂપી સાચવણીના બદલામાં જેને પોતે લૂંટો કરીને ખરચી પૂરી પાડતો હતો એને દીઠો. કપાળની કરચલીઓ સાપોળિયા જેવી સળવળી ઊઠી.

ખસિયાણે ચહેરે રાવળિયો આવીને બેઠો. એના મોં પર તેજ નહોતું. એની જીભ ઊપડી નહીં. બાબરે કહ્યું : "બસ, નાનાં છૈયાંને સોંપી દીધાં !”

“શું કરું, ભગત !” રાવળિયો પગે લાગી બોલ્યો : "મારા પર પોલીસ માછલાં ધોવા લાગી; મારે સૂપી દેવાં પડ્યાં.”

“ક્યાં સોંપ્યાં ? ચાલ, બતાવ જગ્યા.” આગળ રાવળિયો : પાછળ બાબર. સીમમાં એક ખેતર હતું. ખેતરમાં મોલ હતા. રાવળિયે કહ્યું : "આ પાકમાં સંતાડેલ. આંહીંથી કાઢીને બેઉ સોંપ્યાં.”