પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન
[૧૭]
 

[ત્રીજી આવૃત્તિ ]


મહારાજશ્રીએ સૂચવ્યા પ્રમાણે બે-ત્રણ ઝીણા વિગતદોષ આ આવૃત્તિમાં સુધાર્યા છે.

‘માણસાઈના દીવા’ને ૧૯૪૬નું ‘મહીડા પારિતોષિક’ આપવાના સમારંભમાં મારા પિતાશ્રીએ આપેલા ઉત્તરનો પાછલો ભાગ અહીં આપ્યો છે. એ પ્રવચનની નોંધ મારા પિતાશ્રીએ પોતે જ સ્મૃતિમાંથી ઉતારીને તૈયાર કરેલી હોવાથી એમાં આ પુસ્તક સંબંધે લેખકનું જે થોડું આત્મકથન છે તે, તેમની ગેરહાજરીમાં, નવી આવૃત્તિના નિવેદનની ગરજ સારશે તેવી આશા છે.

૨૬-૬-’૪૭
મહેન્દ્ર મેઘાણી
 
[પુનર્મુદ્રણ ૨૦૦૫]

'માણસાઈના દીવા' ના અંગ્રેજી અનુવાદ 'અર્ધન લૅમ્પ્સ' માટે શ્રી કનુ પટેલે તૈયાર કરેલાં રેખાંકનો પૈકી પાંચ આ પુસ્તકને પણ શોભાવશે. ચિત્રકારના સૌજન્ય બદલ આભારી છીએ.

'માણસાઈના દીવા'ના આટલા અનુવાદ પ્રગટ થયા છે:

અંગ્રેજી: 'અર્ધન્ લેમ્પ્સ', અનવાદક :વિનોદ મેઘાણી (મુંબઈ : ભારતીય્ વિદ્યાભવન્, નવસંસ્કરણ 2004)
કોંકણી: '...અની તાંકા મનશાં હાંડલે', અનુવાદક: રવીન્દ્ર્ કેળેકાર્ (દિલ્લી: સાહિત્ય અકાદમી, 1984)
મરાઠી: 'માણસુકીચ્યા જ્યોતિ', અનુવાદક: અચ્યુતભાઈ દેશપાંડે (દિલ્લી: સાહિત્ય અકાદમી, 1949, પુનર્મુદ્રણ 1990)
સિંધી: 'ઈન્સાનયતજા દીપ', અનુવાદક: હરીશ વાસ્વાણી (દિલ્લી: સાહિત્ય અકાદમી, 1987)
હિન્દી: 'માવતા કે દિયે', અનુવાદક : મોહનલાલ્ ભટ્ટ્ (દિલ્લી: સસ્તા સાહિત્ય્ મડલ, 1996)
2005
જયંત મેઘાણી