પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાબર દેવા
૧૪૩
 

ભટ ફોજદાર તો તે જ રાત્રીએ ગામમાં ફેરણી પર ગયો હતો.

એ ખૂનમાં પાટણવાડિયો મિત્ર પકડાઈને બત્રીસની ટીપમાં ગયો. બાબર સલામતી માણતો ભાઈબંધ છોટા લવાણાને આશરે રહ્યો. છોટાની સ્ત્રી મણિને બાબરે બહેન કરી. ત્રણ મહિને સાજો થઈને બાબર તુંડાવ ગામ ગયો. ત્યાં તુંડાવમાં પણ એનું આશ્રયસ્થાન એક પાટીદાર મુખીનું ઘર હતું. મુખી પોતે તો હતો ભગત જેવો. પણ એના બે દીકરા 'ભગત'ની ભક્તિમાં ભેરુબંધો હતા.

*

બત્રીસ વર્ષની ટીપમાં ધકેલાઈ ગયેલા પાટણવાડિયા મિત્રના ભાઈએ એક રાતે તુંડાવ આવીને બાબરને કહ્યું : "ભગત, મારો ભાઈ તો તારે પાપે ગયો. હવે કંઈ એ કેદમાંથી જીવતો પાછો આવે નહીં. પણ એની છોડીઓનું શું ?”

“શું કહો છ, ...ભઈ ?”

“કહું છું કે એની છોકરીઓને વરાવવા-પરણાવવાનું શું ?”

“જો, ભઈ !” બાબર પોરસમાં આવી ગયો, “...ભાઈની દીકરી એ મારી જ દીકરી. હું એને પરણાવીશ. તું-તારે આપણી ન્યાતમાં સારામાં સારો વર શોધી કાઢ. એકથી લાખનો ખરચ થશે તે હું આલીશ.”

આ વાત લઈને પાટણવાડિયો ક્યાં ગયો ? વડોદરાના પોલીસ કમિશનર કને. આ કાંઈ પોતાના ભાઈની છોડી પરણાવવાની વાત નહોતી : બાબરને પકડાવી દેવાનું કાવતરું હતું. બાબર અજિત બન્યો હતો. એનો કોઈ પત્તો નહોતો. એના ઠામઠેકાણાની બાતમી સીસવા ગામના એક પાટણવાડિયા પાસેથી માંડ માંડ મળી હતી. આ પાટણવાડિયો જબરો નિશાનબાજ હતો. ચોરીઓ કરતો કરતો કેદ પકડાઈ, એક પોલીસને ઠાર મારી, જેલમાંથી નાસી જઈ બાબરની ટોળીમાં ભળેલો. પછી સીસવાના દરજીના ઘરમાંથી હાથ આવેલો. એની પાસેથી બાતમી મળી હતી કે બાબરના સાગરીત કોણ કોણ હતા. એ બાતમીને આધારે પેલા પાટણવાડિયાની ગરદન ઝાલી પોલીસ કમિશનરે ફાંસલો