પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંદર પડેલું તત્ત્વ
૧૫૯
 

આપોઆપ નવા પ્રસંગો યાદ આવે. પ્રસંગોનું લક્ષ્ય એક જ કે આ લોકોની અંદરનાં પ્રકૃતિ–પડોમાં કયું મંગળતત્ત્વ પડ્યું છે અને કયા તત્ત્વને કારણે પોતે આ લોકોના પ્રેમમાં પડી ગયા છે. દાખલા તરીકે : "અહીં એક જીવા જેસંગ નામે પાટણવાડિયો હતો. એણે ને આ દાજીએ એક પરદેશ વસતા બ્રાહ્મણનો જૂના વખતનો આંબો પચાવી પાડેલો. બ્રાહ્મણ માગે, પણ આપે નહિ; માલિકી જ પોતાની ઠોકી બેસારેલી ! પછી વાત મારી કને આવી. મેં આવીને પૂછ્યું : 'હેં જીવા, હેં દાજી, સાચું શું છે ?' થોડી વારે જીવો દાજીને કહે : 'અલ્યા દાજી ! આપણે તો સત્યાગ્રહમાં ભળેલા કહેવાઈએ : આપણાથી કંઈ જૂઠું બોલાય, હેં ?" દાજી કહે કે, 'નહિ જ તો ! ત્યારે, મહારાજ, જૂઠું તો સત્યાગ્રહીથી નહિ બોલાય : એ આંબો અમારો નહિ; એ તો એવા એ બામણનો છે !' પાછો સોંપી દીધો. નહિ કોઈ પાપ–પુણ્યની લાંબી પીંજણ, નહીં પ્રાયશ્ચિત્તનાં દંભી પ્રદર્શન : અંતરમાં ઊગ્યું તે સાચું."


3
ઇચ્છાબા

"ઓ ભૈ !"

"શું કહો છો, ઇચ્છાબા !"

"આવું તે કંઈ હોય, ભૈ ! ખીચડી જ કરવાનું કહી મેલ્યું, ભૈ, આમ તે જીવને સારું લાગતું હશે, ભૈ !"

'ભૈ ! ઓ ભૈ !' એ લહેકો હજુયે કાનમાંથી વિરમતો નથી. કણભાથી આગળ કઠાણા ગામમાં દધીચ બ્રાહ્મણ ડોસી ઇચ્છાબાનો કંઠ 'ઓ.......ભ.......ઈ !' એવા લાંબા લહેકે પલેપલ સુકાતો હતો. ચારેક કલાક રહ્યાં તે દરમિયાન 'ઓ....ભ....ઈ !' નહિ નહિ તો પચાસેક વાર ઇચ્છાબાના ગળાને ભીંજવતો રહ્યો.

ઇચ્છાબાનું ઘર અંધારિયું હતું. એંશી વર્ષની ડોશીના અંતરનો દીવો એ ઓરડાને અજવાળતો હતો. મહારાજે એમની વાતો કરી હતી એ પરથી કલ્પનામૂર્તિ ઘડી તેના કરતાં વાસ્તવમૂર્તિ તો, સામાન્ય