પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




હૈડિયા વેરાનાં સ્મરણો


ગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી સંબંધને કારણે હૈડિયા વેરાની ચળવળના વિરોધી હતા તદુપરાંત પોતાના દરબારગઢમાં પ્રભુનું મંદિર રાખનાર ચુસ્ત સ્વાતીપંથી હતા એ કારણે આભડછેટ ન રાખનારા 'ગાંધીના માણસો'ની એમને સ્વાભાવિક ચીડ હતી. એમાં 'હૈડિયા વેરો ના દેશો' એ સંદેશો સંભળાવતા ફરતા રવિશંકર મહારાજ એક સાંજે ગાજણામાં દાખલ થયા. પણ 'ખબરદાર છે - જો કોઈ ગાંધીવાળાને મળ્યા પણ છે તો !' એવી ધાક દરબારે ગામલોકો પર બેસારેલી, એટલે મહારાજ આવ્યા પણ કોઈ પ્રજાજન મળવા હામ ભીડે નહીં. કાંઠાનાં ગામલોકોને પ્રથમ જ પરિચય, એટલે મહારાજને કોઈ ઓળખે પણ નહીં. એટલે પોતે તો સીધા દરબારગઢમાં ગયા.




ધર્મી ઠાકોર

બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર કર્યા પણ ઠાકોરે કશો આવકાર ન દીધો. મહારાજ ભોંય પર બેસી ગયા. થોડી વારે એક મુસલમાન પોલીસ-અમલદાર આવ્યો તેને ઠાકોરે ચાકળાનું આસન આપી માન દીધું. પછી ઠાકોરે મહારાજને કહ્યું : "અહીં ચ્યમ આયા છો ?”

મહારાજ : "હૈડિયાવેરો સરકારને ન આપવો એવું કહેવા આવ્યો છું. તમને પણ કહેવા આવ્યો છું કે, લોકોને હૈડિયાવેરો ન આપવા સલાહ દેશો.”

૧૭૬