પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
માણસાઈના દીવા
 
1934

'જન્મભૂમિ' દૈનિક મુંબઈથી શરૂ થયું તેના સંપાદક-મંડળમાં જોડાયા. રવીન્દ્રનાથ સાથે મુંબઈમાં મિલન; સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી એમને કંઠેથી કવિવરે સાંભળી; શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.

1936 'જન્મભૂમિ' છોડીને સૌરાષ્ટ્રમાં 'ફૂલછાબ' અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.
1941 શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા
1942 સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં 'લોકસાહિત્ય: પગદંડીનો પંથ' એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.
1943 મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ થઈ, બેકાબૂ બની.
1945 'ફૂલછાબ'ના તંત્રીપદેથી મુક્ત થઈ 23 વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા' પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યા. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક “માણસાઈના દીવા' લખ્યું.
1946 ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. “માણસાઈના દીવા'ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક'નું ગૌરવદાન મળ્યું.
1947 ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક “સોરઠી સંતવાણી પૂરું કર્યું. 'કાળચક્ર' નવલકથા લખાતી હતી. માર્ચની 9મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.