પૃષ્ઠ:Mansaina Diva.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાજરી
૨૫
 

કૃત્યો ચોરોનાં. બૈરું પણ એક જ મગની બે ફાડ, હો ! ને પાટણવાડીઆનું બૈરું એટલે વાત જ ન પૂછવી ! આખર તો જાત કોળાંની ના !"

"લગાર આ બધાંને રોકશો ? મારે થોડી વાતો કરવી છે." મહેમાને એવે ને એવે ઝીણે, સમતા–ભરપૂર સ્વરે મુખીને પૂછ્યું.

"કેમ નહિ રોકું !.... અલ્યા એઈ ! નાસો છો ક્યાં ? બેસો, બેસો; આ તમારો બાપ (મહેમાન તરફ હાથ બતાવીને) અહીં આવેલ છે એ જાણતા નથી ? બેસો, ને એની શિખામણનાં બે વેણ સાંભળતાં જાવ."

બૈરાં તો ચાલ્યાં ગયાં હતાં. પુરુષો ઊઠેલા તે ફરીવાર, સરકસનાં કેળવેલાં પશુઓની પેઠે, ભોંય પર બેસી ગયા.

ખુરશી પર બેઠેલા પણ કંઈક ઉચક બનેલા મહેમાને એમની સામે અત્યંત વિવેકી અને મિષ્ટ સ્વરે કહ્યું : "અલ્યા ભૈઓ ! આ તમારી હાજરી રોજ થાય છે ?"

"રોજ બે વાર." મુખીએ જ જવાબ વાળ્યો. ને હાથ હળવેક રહીને પોતાની મૂછ તરફ વળી ગયો. એ તરફ કશું લક્ષ જ આપ્યા વગર મહેમાને લોકોને પૂછ્યું : "અલ્યા આ હાજરી તમને ગમે છે ?"

"ગમે કે ના ગમે : શું કરીએ, બાપજી !" થોડી વારની સૌની ચૂપકીદી પછી ત્યાં બેઠેલાઓમાંથી એકે ઉત્તર આપ્યો.

મહેમાન કહે : "બૈરાંની હાજરી પુરાય તે પણ તમને પસંદ છે, અલ્યા !"

"હોવે ! બહુ જ ગમે છે.” એવો એક અવાજ નીકળ્યો; અને મહેમાન ચમકી ઊઠ્યા. એણે એ જવાબ વાળનાર એક જુવાન તરફ નજર ઠેરવીને સ્વસ્થતાથી પૂછ્યું : "શાથી ?"

"શાથી શું ! હાજરી ન'તી તાણે અમે આવી આ રાંડોને ડોંગારતા, તો રાંડો રીસૈને દોડી જતી એને માવતર ! અને હવે તો પીટી પીટીને કણક જેવી કૂણી કરી નાખીએ, તે છતાં થોડી ઘર છોડી શકે છે રાંડો ! હાજરીમાં મીડાં મુકાય તો મરી જ રહે ના ! હવે તો ડોંગાટીડોંગાટીને ઢેઢાં ભાંગી નાખીએ તો પણ ચૂં–ચાં કરી નથી શકતી હાળીઓ ! ઠીક જ થયું