પૃષ્ઠ:Mansaina Diva.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





અમલદારની હિંમત


તે દિવસ બામણગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી. દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ છાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા. મહારાજ પણ મંડળીમાં ભેળા હતા.

ઊંધિયું ખવાય છે. સ્વાદ સ્વર્ગીય છે. લિજ્જત જામી પડી છે. એમાં કોઈક ખબર લાવ્યું કે, "પામોલ ગામના એક પાટીદારના છોકરાને પકડીને ખોડિયાએ પાંચસો રૂપિયા માગ્યા છે. એ પાંચસો જો વેળાસર નહીં પહોંચે, તો ખોડિયો છોકરાને મારી નાખશે !"

ઊંધિયાનાં ફોડવાં હાથમાંથી મૂકીને મહારાજ ઊઠ્યા : ચાલી નીકળ્યા. પામોલને માર્ગે ખબર પડ્યા કે બધું પતી ગયું છે ને પાટીદારનો છોકરો હેમખેમ પાછો આવ્યો છે. પૂછપરછ કરી : " વારુ ! ખોડિયો જ આ કરે છે ?"

"ના, છે એક સાથી : દેદરડાનો ભીખો."

"કેવડોક છે ?"

"એ પણ જુવાનજોધ છે."

એ જાણ્યા પછી સબૂરી રાખવાનું શક્ય નહોતું. અથાક પગ દેદરડાની વાટે ચાલી નીકળ્યા. ખેતરમાં ભીખો નહોતો; એનો બાપ હતો. બન્નેની વચ્ચે શી વાતો થઈ તે તો એ બે જ જાણે. પણ એ વાતના પરિણામે વળતે જ દિવસે વહેલા પ્રભાતે, બાપ પોતાના દીકરાને લઈને

૪૨