પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ ચોર ! કોણ શાહુકાર !
૬૭
 


ઘેર આવેલા મહારાજને બેસારીને પછી નિરાંતે મોં મલકાવીને ઠવકાઈથી કહ્યું : "મહારાજ ! તમારા સેવકે ભૂલ કરી છે."

બાહ્ય કશો પરિતાપ ન દાખવતી ગોકળની સાદેસાદી વાણી સાંભળીને થોડી વેળા ચૂપ બનેલા મહારાજે પછી કહ્યું : "ના, ના, ગોકળ, તું તો ના કરું !"

"હવે, મહારાજ," ગોકળે કહ્યું : "થતાં થઈ ગયું ! હવે પડી મેલોને વાત !"

જાણે કોઈ બાળક બોલતું હતું.

"ત્યારે તું કેમ માન્યો ?"

"તમે આટલે સુધી જશો એવી કંઈ ખબર હતી મને ?"

મહારાજ હસવું ખાળીને, અંતરમાં હેતના ઉમળકા અનુભવતા બોલ્યા : "લવાણો તો બેમાંથી એક જ ડબો પોતાનો કહે છે."

"સાચું કહે છે," ગોકળે કહ્યું.

"તો મને ડબા ઉંચકાવ્યા શા સારુ ?"

"બીજો ઉપાય ન'તો."

"ચ્યમ ?"

"કાલે ફોજદાર આવેલો. મેં ચોરેલ છે એ એવો એ જાણી ગયેલો. મને એક–બે સોટીઓ મારી; રૂપિયા ચાલીસ માગ્યા. શું કરું ? બેમાંથી એક ડબો રાસ જઈ વેચ્યો, તેના રૂપિયા ત્રીસ મળ્યા. રૂપિયા દસ ઉછીના લઈ ચાલીસ પૂરા કરી ફોજદારને આલ્યા. બાકી રહ્યો તે ડબો વેચીને ઉછીવારાને આપવાનો હતો; પણ તમે, મહારાજ, આવું કરી બેઠા. એટલે ઘરમાં ભેંસનું પાંચ શેર ઘી હતું તે વેચીને તેલ લાવ્યો ને બીજો ડબો ભર્યો."

ગોકળનું મોં આ વર્ણન કરતી વેળા જરીક જરીક મલકતું હતું. એ પોતાનું કોઈ પાપ કે ગુનો પ્રકટ કરતો નહોતો; એ તો સ્વાભાવિક કોઈ આપવીતી વર્ણવતો હતો. જે કંઈ એને કર્યું હતું એમાં કશું જ