પૃષ્ઠ:Mansaina Diva.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ ચોર ! કોણ શાહુકાર !
૬૯
 

બનીને સમાજમાં શે જીવી શકશે ? બાળકને બદમાશ બનાવી દેતી યંત્રમાળ પૂરજોશમાં ચાલી રહી છે.

"ત્યારે, ગોકળ," મહારાજે કહ્યું : "તું લવાણાના બાકીના માલની નુકશાની આલ."

"સારું ! જે કે'શો તે આલીશ."

"દશ રૂપિયા આલીશ."

"હોવે, એક મૈને મારી ભેંસનું ઘી વેચીને આલીશ."

"પણ તારા વતી કબૂલે કોણ ?"

ત્યાં બેઠેલા લોકો પૈકી બીજા કોઈની નહિ ને એક ફક્ત મુસલમાન વેપારી દાજીની છાતી ચાલી : "ગોકરના રૂપિયા દસ હું કબૂલું છું."

એટલું થયું ત્યાં ઘડી દા'ડો રહ્યો. મહારાજ લુહાણાને હાટડે ગયા, એને રૂપિયા દસની વાત કબૂલ કરાવી. પછી લોકો કહે : "હવે મહારાજ, ઊઠો : રસોઈ કરો."

મહારાજ કહે : " ના, ના; હવે તો દા'ડો આથમ્યો. વળી મને ભૂખ નથી."

"તો ફરાળ કરો : ખજૂરનું ફરાળ."

"સારું; લાવો કરું."

પણ ખજૂર લાવી ક્યાંથી ? "અલ્યા ગામમાં કોઈની કને ખજૂર છે ? તપાસ કરો."

એટલી બધી વાત થયા પછી જ ધીરે રહીને પેલો લુહાણો કહે કે, 'છે મારી પાસે."

મહારાજ :"વારુ ! અધશેર તોળ."

લોકો : "ના શેર તોળ.'

શેર ખજૂર તોળી એ લુહાણો પૂછે છે : " આ ચાર આના કોના નામે માંડું ?"

પ્રશ્ન સાંભળતાં જ લોકોને ઝાટકો વાગ્યા કરતાં વિશેષ લાગ્યું. સૌનાં મોં શ્યામ બન્યાં. મહારાજના મોં સામે મીટ માંડવાની કોઈને હામ