પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૯
ગાંધીજીનો જેલનો અનુભવ.

જાણ હમેશાં જાત્રાળુનો સંઘ આવતો ન હોય ! એવો દેખાવ થઇ રહ્યો. જુવાન, બુઢ્ઢાઓ, ઓરતો કોઇ છડીને કોઇ કાખમાં બચ્ચાંવાળી-બધી પોતાના માથા પર ગાંસડી સાથે હતી. મરદોના માથા પર પેટીઓ જોવામાં આવતી હતી. કોઇ દિવસના આવી પહોંચતાં તો કોઇ રાતના. તેઓને ખાવાનું પુરૂં પાડવું પડતું. આ ગરીબ માણસના સંતોષનું હું-શું વર્ણન કરૂં ? જે મળ્યું તેથી તેઓ સુખ માનતા. ભાગ્યે જ કોઇ રડતો જોવામાં આવતો. બધાના ચહેરા ઉપર હાસ્ય ખીલી રહેલું હતું. મારે મન તો તેઓ તેત્રીસ કોટી દેવતાઓમાંના હતા. સ્ત્રીઓ દેવીરૂપ હતી. તેઓ બધાને છાપરૂ ક્યાંથી અપાય ? સુવાને તૃણ સાથરો હતો. છાપરૂં આકાશ હતું. તેઓનો રક્ષક ઇશ્વર હતો. કોઇએ બીડીની માગણી કરી. મેં સમજાવ્યા કે તેઓ ગીરમીટીયા તરીકે નહોતા નીકળી પડ્યા, તેઓ હિંદના સેવક તરીકે નીકળ્યા હતા. તેઓ ધાર્મિક લડતમાં જોડાયા હતા, ને આવે વખતે તેઓએ દારૂ, તમાકુ વગેરે વ્યસન છોડવાં જોઇએ. જેઓ ન છોડે તેમણે જાહેર પૈસામાંથી પોતાની હાજતો પુરી પાડવાની આશા ન રાખવી જોઇએ. આ સાધુ પુરૂષોએ ઉપરની સલાહ માન્ય રાખી ને ત્યાર પછી કોઇએ બીડીને માટે પૈસા ખરચવાની મારી પાસે માંગણી કરી નહિં. આમ ખાણોમાંથી હાર ચાલુ થઇ તેમાં એક ઓરત જે ગર્ભવતી હતી તેને રસ્તામાં ચાલતાં ગર્ભપાત થયો. આવાં અનેક દુ:ખો ઉઠાવતાં છતાં કોઇ થાક્યા નહિ, પાછા હઠ્યા નહિ.

ન્યુકાસલમા હિંદીની વસ્તી બહુ વધી પડી. હિંદીની જગ્યાઓ ભરાઇ ગઇ. તેઓની પાસેથી જેટલાં મકાનો મળી શક્યાં તેટલામાં સ્ત્રીઓ અને ઘરડાઓનો સમાસ થઇ શક્યો. આ જગ્યાએ કહેવું