પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫
ગાંધીજીનો જેલનો અનુભવ.

છેવટે ચાર્લ્સટાઉનથી પણ આગળ વધવાનો વખત આવી લાગ્યો. તા. ૬ ઠી નવેમ્બરે ત્રણ હજારનો સંઘ પરોઢીયે રવાના થયો. આખી હરોળ એક માઇલ કરતાં વધારે લાંબી હતી. મી. કેલનબેક તથા હું પાછળના ભાગમાં હતા. સંઘ સરહદ ઉપર પહોંચ્યો, ત્યાં પોલીસની ટુકડી હાજર હતી. અમે બે ત્યાં જઈ પહોંચ્યા એટલે પોલીસ સાથે વાતચિત થઇ. તેણે અમને પ્રવેશવાની તો ના પાડી, એટલે સરઘસ નિયમમાં અને શાન્તિથી ફોક્‌સસ્ટે વચ્ચેથી પસાર થયું. શહેર બહાર સ્તાડિટેન રોડ પર પડાવ નાંખ્યો, સહુ એ ખોરાક લીધો. સ્ત્રીઓ કુચમાં સામેલ ન થાય એવી ગોઠવણ કરવામાં આવી હતી. છતાં જુસ્સાનું પુર અટકાવવું મુશ્કેલ થઈ પડ્યું અને કેટલીક સ્ત્રીઓ શામેલ થઈ. ફો પણ કેટલીસ્ત્રીઓ તથાં છોકરાં હજુ ચાર્લ્સ ટાઉનમાં રહેતાં હતાં. તેમની બરદાસ કરવાની મી. કેલનબૅકને ફોકસ્ટેની હદ ઓળંગ્યા પછી પાછા મોકલ્યા.

બીજે દિવસે પામફર્ડ આગળ પોલીસે મને પકડ્યો. મારા ઉપર તહોમત બીન- હકદાર માણસોને ટ્રાંસવાલમાં દાખલ કરવાનું હતું. બીજાઓને પકડવાને તેને હુકમ ન હતો. એટલે ફોક્‌સસ્ટે પહોંચ્યા પછી સરકારને મેં નીચે મુકજબ તાર કર્યો : " સત્યાગ્રહની લડતના મુખ્ય પ્રચારકને સરકારે પકડેલ છે તેથી હું ખુશી થાઉં છું. પણ તેની સાથે કહ્યા વિના રહી શકતો નથી કે તે માટે જે તક આપવામાં આવી તે દયાની નજરે જોતાં અત્યંત કફોડી છે. સરકાર કદાચ જાણતી હશે કે આ કુચમાં ૧૨૨ સ્ત્રીઓ અને ૫૦ બાળકો છે. તથાં બધાં પોતાને ઠેકાણે પહોંચે ત્યાં સુધી જીંદગી ટકી રહે