પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

એટલા ખોરાક ઉપર નભે છે. અને ટાઢ તડકાંની સામે રક્ષણ રહિત છે. આવી સ્થિતિમાં મને તેથી વિખૂટો કર્યો એ ન્યાયનું ભારે ખંડન-કર્તા કહેવાય. જ્યારે ગઈ રાત્રે મને પકડવામાં આવ્યો ત્યારે મારી સાથેના માણસોને જણાવ્યા વિના હું તેઓને મુકી આવ્યો છું. તેઓ કદાચ ક્રોધથી ગાંડાતુર બની જાય. એટલે હું માંગું છું કે કાં તો તેઓની સાથે કૂચ કરવાની રજા મને આપવામાં આવશે અથવા તો સરકાર તેઓને રેલગાડીથી ટૉલસ્ટૉય ફાર્મ પહોંચાડશે અને ખોરાકી પણ પુરી પાડશે. જેના ઉપર તે માણસોને વિશ્વાસ છે તે વિનાના તેઓને કરી મુકવા અને તેની સાથે તેને માટે ખોરાકી વેગેરેનો કાંઈ બંદોબસ્ત ન કરવો એ અયોગ્ય ગણાય. હું ઉમેદ રાખું છું કે ફરી વિચાર કર્યાં પછી સરકાર પોતાનો ઠરાવ ફેરવશે. જો કુચ દરમીયાન અણધાર્યો બનાવ બનશે અને ખાસ કરી ધાવણાં બાળકોવાળી બાઈઓમાંથી કોઈનાં મરણ થશે તો જવાબદારી સરકારની છે."

સરઘસ આગળ ચાલ્યું. મને ફોક્‌સસ્ટેના ન્યાયાધીશ સન્મુખ ઊભો કરવામાં આવ્યો. મારે બચાવ તો કાંઈ કરવાનો ન હતો પણ જે માણસો પામફર્ડથી આગળા ગયા હતા તથા હજુ જે ચાર્લ્સ ટાઉનમાં પડેલા હતા, તેની કેટલીએક વ્યવસ્થા સંભાળવાની હતી એટલે મેં મુદ્દત માંગી. સરકારી વકીલે તેની સામે વાંધો લીધો. પણ ન્યાયાધીશે જણાવ્યું કે બેલ ફક્ટ ખુનના આરોપમાંજ નામંજુર કરી શકાય. તેથી તેણે પા. ૫૦ ની જામીનગીરી માગી, એક અઠવાડિયાની મુદત આપી. જામીનગીરી તુરતજ વોલ્કર્સ્ટના એક વેપારીએ આપી દીધી. હું છુટો થઇ પરબારો કુચ કરનારાઓને