પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંધીજીનો જેલનો અનુભવ.

દિવાલો ટીનનાં પતરાંની હતી, તેમાં અરધા ઇંચ જેટલાં ત્રણ જગ્યાએ કાચ જડેલાં બાકોરાં હતાં, જેમાંથી જેલરો અન્દર કેદીઓ શું કરે છે તે છૂપી રીતે જોઈ શકે. અમારી કોટડીની પાસેજ જે કોટડી હતી તેમાં કાફર કેદીઓ હતા, તેની નજીક કાફર, ચીના કેપબોય સાક્ષીઓ હતા, જેઓને ભાગી ન જાય તેટલા સારૂ રાખવામાં આવ્યા હતા.

અમારે બધાને સારૂં દિવસના હરવા ફરવા સારૂં નાનું ફળિયું હતું, જેની આસપાસ દિવાલ હતી, ફળિયું એટલું બધું નાનું હતું કે તેમાં દિવસના હરવું ફરવું એ બહુ મુશ્કેલી જેવું થઈ પડ્યું હતું. તે લત્તાના કેદીઓથી તે ફળિયાની બહાર રજા વિના નીકળી શકાય જ નહિ એવો નિયમ હતો. ગુસ્લ કરવાનું તથા પાયખાના વિગેરેની સગવડ એ પણ તે ફળિયામાં આવી જતી હતી. ગુસ્લ કરવાને સારૂં પત્થરની બે મોટી કુંડીઓ હતી; અને વરસાદની જેમ નહાવાની બે ઝારી વાળી નળીઓ હતી. જાજરૂને સારૂ પણ બકીટ હતી. એબ ઢાંકીને છૂપી રીતે નાહી ધોઇ શકાય અથવા તો જાજરૂ જઇ શકાય એવી સગવડ ન હતી. જેલના ધારામાં પણ એવું હતું કે કેદીઓ અળગા રહી શકે તેવી રીતે જાજરૂની ગોઠવણ ન હોવી જોઈએ. તેથી ઘણી વેળા બે ત્રણ ક્દીઓને એક હારમાં બેસીને જાજરૂ જવું પડતું હતું. ગુસ્લ કરવાની સ્થિતિ તેવી જ હતી. પેશાબની બાકીટ પણ ખુલ્લી જગ્યામાં હતી, આ બધું પ્રથમ આપણને અણગમો ઉપજાવનારૂં લાગે. કેટલાકને તો તેથી ઘણું જ દરદ થાય તોપણ ઉંડો વિચાર કરતાં એમ જોઇ શકાય છે કે જેલખાનામાં આવી વસ્તુઓ ખાનગી રીતે ન બની