પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

જોઇએ. સવારના છ વાગે કોટડીનો દરવાજો ખોલવામાં આવે છે, જે વેળા દરેક કેદી પોતાની સંકેલેલી પથારી પાસે અદબસર ઉભેલો હોવો જોઈએ. રખેવાળ આવીને દરેક કેદીને ગણી જાય છે, તેજ પ્રમાણે કોટડી બંધ કરતી વખતે દરેક કેદીને પોતાની પથારી પાસે ઉભા રહેવાનો ધારો છે. કેદખાના સિવાયની કોઇ વસ્તુ કેદીની પાસે નહિ હોવી જોઈએ. કપડાં સિવાયની જે કાંઈ વસ્તુ હોય તે ગવર્નરની પરવાનગી વિના રાખવાની મનાઇ છે. દરેક કેદીના પહેરણ ઉપર એક બટન ઉપર ટાંકેલી કોથળી હોય છે, તેમાં કેદીની ટિકીટની ઉપર તેનો નંબર તેની સજા, તેનું નામ વિગેરે નોંધેલાં હોય છે. દિવસના સાધારણ નિયમ પ્રમાણે કોટડીમાં રહેવાની બંધી હોય છે. મજૂરીવાળા કેદી તો કામ પર હોય એટલે રહી જ ન શકે, પણ વગર મજૂરીના કેદી પણ કોટડીમાં રહી શકતા નથી, તેઓને ફળિયામાં જ રહેવું જોઇએ છીએ. અમારી સગવડ સારૂં ગવર્નરે એક ટેબલ તથા બે બાંકડા કોટડીમાં મૂકવાની પરવાનગી આપી હતી અને તે બહુ ઉપયોગી થઇ પડ્યાં હતાં.

દરેક કેદીના વાળ તથા મૂછ જો બે મહિનાનો સજાદાર હોય તો કાપવાનો ધારો છે. આ ધારો હિન્દીની સામે જોરથી લાગૂ પાડવામાં આવતો નથી. જો કોઈ આનાકાની કરે તો તેની મૂછ રહેવા દે છે. આ વિષે મને હસવા લાયક અનુભવ થયો. હું પોતે જાણતો હતો કે કેદીઓના વાળ કાપવામાં આવે છે. વળી એમ પણ ખબર હતી કે વાળ કાપવાનો તથા મૂછ કાપવાનો નિયમ તે કેદીઓના સુખને સારૂં છે, નહિ કે તેઓને હલકા પાડવાને ખાતર. હું પોતે માનું છું કે આ નિયમ બહુ જરૂરનો છે. કેદની અંદર વાળ સાફ