પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

સાંજે આપવામાં આવે છે તેને બદલે હિન્દીને ચાવલ મળે.

બીજે અઠવાડીયે અને ત્યાર પછી હંમેશને સારૂ મકાઈના આટાની સાથે બે દિવસ બીજી તરકારીએ જેવીકે કોબેજ, કોળું વિગેરે આપવામાં આવે છે. જેઓ ગોસ્ત ખાય તેને બીજે અઠવાડીએથી આતવારને દહાડે તરકારીની સાથે ગોસ્ત પણ આપવામાં આવે છે. જે કેદીઓ પહેલા પહોંચ્યા હતા તેમણે વિચાર કર્યો હતો, કે સરકારની પાસેથી કંઇ મહેરબાની ન માંગવી, અને જે ખોરાક આપે ને ખપે તેવો હોય તેથી ચલાવી લેવું. હકીકત જોતાં ઉપરનો ખોરાક હિન્દીને સારૂં બરાબર ન કહેવાય. વૈદકના નિયમ પ્રમાણે ઉપરના ખોરાકમાં પણ પોષણ થઈ શકે છે. ખોરાકની અગવડ એ કેદની એક મોટી નિશાની છે. વાતચિત પણ જોઈશું તો જેલના સત્તાવાળા કહેશે કે કેદમાં સ્વાદ તો હોયજ નહિ. સ્વાદની વસ્તુ કેદમાં નહિ આપીએ. જ્યારે જેલના ડાક્ટરની સાથે મારે વાતચિત થઇ ત્યારે તેને મેં કહ્યું કે કાફરોનો તો મકાઈ હમ્મેશનો ખોરાક છે એટલે તેઓને ઉપરનો ખોરાક ઘણો જ માફક આવે છે, અને તેથી તેઓ કેદમાં આવી પુષ્ટ બને છે. પણ હિન્દીને તો ચાવલ સિવાય કંઇજ વસ્તુ માફકસર ન ગણાય. મકાઈનો આટો ભાગ્યે જ હિન્દી ખાય છે. એકલા બીનીસ ખાવાની ટેવ આપણાને હોતી નથી અને ભાજીપાલો જેમ તે લોકો પકાવે તેમ ખાવાનું હિન્દીને પસંદ નહિ જ પડે. તેઓ ભાજીપાલા સાફ નથી કરતા, ને તેમાં મસાલો પણ નથી નાંખતા. વળી જે શાક કાફરોએને સારૂં બને છે તે ગોરાઓને સારૂં બનેલા શાકની છાલ અથવા છોડાં ઘણે ભાગે હોય છે. મસાલામાં નિમક સિવાય બીજું કંઈજ નથી આપવામાં આવતું. ચીનીનું તો નામ જ ન હોય. એટલે ખોરાકની વાત બધાને અઘરી લાગી. છતાં અમે નિશ્ચય કર્યો, કે સત્યાગ્રહી તે જેલવાળાની પાસે કરગરવા નહિ જાય તેમ તેઓની મહેરબાની પણ નહિ માંગે. તેથી