લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
ગાંધીજીનો જેલનો અનુભવ.

નિભાવ ઇ શકે. જે ખોરાક અમને મળે તે ખોરાક અમને પડેલી ટેવ અને અમારા રીતરિવાજને અનુસરતો હોવો જોઈએ.

આ કામ ઘણું ઉતાવળનું છે, તેથી અરજદારો અરજ ગુજારે છે કે, જવાબ અમને તારથી મળવો જોઈએ."

ઉપર પ્રમાણે અરજીમાં અમે એકવીસ માણસે સહી કરેલી. સહી થયા બાદ અરજી જતી હતી તેવામાં બીજા ૭૬ હિંદીઓ આવ્યા. તેઓને પણ પૂપૂ તરફ તિરસ્કર હતો, તેથી અરજી નીચે એક કલમ નાંખી કે ૭૬ માણસો આવ્યા છે, અને તેઓને પણ ઉપરની હરકત નડે છે, તેથી તુરત બંદોબસ્ત થવો જોઈએ. આ અરજી તારથી મોકલવા મેં ગવર્નરને વિનંતિ કરી, તેથી તેણે ટેલિફોનથી ડિરેક્ટરની પરવાનગી માંગીને તુરત પૂપૂને બદલે ચાર ઔંસ રોટીનો હુકમ કર્યો. લોકો બધા બહુ રાજી થયા. એટલે સવારના ૨૨ મી તારીખથી અમને ચાર ઔંસ રોટી મળતી. સાંજના આઠ ઔંસ એટલે અરધી રોટીનો હુકમ હતો. આ બન્દોબસ્ત માત્ર બીજો હુકમ થતાં સુધીને સારૂં જ હતો. ગવર્નરે આ સવાલને સારૂં કમિટી બેસાડી હતી. અને છેવટે આટો, ઘી, ચાવલ, તથા દાળ, એમ આપવાની વાત ચાલી રહી હતી. તેવામાં અમારો છૂટકારો થયો એટલે વિશેષ કાંઈ થયું નહિ.

પ્રથમ જ્યારે અમે આઠ જ હતા ત્યારે અમે કોઈ રાંધતા નહિ. ચાવલ ઠીક નહિ બનતા, ને જ્યારે લીલોતરીની વારી આવતી ત્યારે લીલોતરી ઘણીજ ખરાબ રંધાતી. તેથી અમે રાંધવાની