પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
ગાંધીજીનો જેલનો અનુભવ.

દરજ્જે ગણે છે. મિ. તિલકે મુંબાઇની જેલમાં નવ માસમાં પોતાનું "ઑરાયન" નામનું પુસ્તક લખ્યું; એટલે જેલમાં કે બીજી જગ્યાએ સુખપામીએ કે દુઃખ, સારા થ‌ઇએ કે કે નઠારા, તેનો આધાર ઘણે ભાગે આપણા પોતાના મન ઉપર રહે છે.

મુલાકાત.

જેલમાં અમને મળવાને કેટલાક અંગ્રેજો આવતા. સાધારણ નિયમ એવો હતો કે એક મહિનાથી અન્દર કોઇપણ કેદીની મુલાકાતે કોઈ આવી શકે નહિ. ત્યાર પછી દર માસે એક રવિવારે એક જણને મળવાની છૂટ આપવામાં આવે છે. એવા ફેરફારનો લાભ મિ. ફિલિપ્સે લીધો. અમે જેલમાં પહોંચ્યા તેને બીજે જ દહાડે મિ. ફોરટૂન જે ખ્રીસ્તી ચીના છે તેને કેદમાં મળવા સારૂં મિ. ફિલિપ્સે પરવાનગી મેળવી. અને તે તેને મળી. મિ. ફોરટુનને મળતાં તેઓ સાહેબ અમને બીજા કેદીઓને પણ મળ્યા. અમને બધાંને હિમ્મતનાં વેણ સંભળાવ્યા. ને પછી તેમના રિવાજ પ્રમાણે ખુદાની બંદગી કરી. મિ. ફિલિપ્સ આમ ત્રણ વખત મળી ગયેલા. તેજ મુજબ મિ. ડેવિસ કરીને બીજા પાદરી છે તે પણ મળી ગયા.

મિ. પોલાક તથા મિ. કોઅન ખાસ રજા મેળવીને એક વખત મળવા આવ્યા હતા. તેને તો માત્ર ઑફિસના કામ બાબત આવવાની પરવાનગી હતી. આમ જેઓ મળવા આવે તેની સાથે હંમેશાં દારોગો હોય છે ને જે વાત થાય તે તેની સમક્ષ જ કરી શકાય.

મિ. કોર્ટરાઇટ "ટ્રાંસ્વાલ લીડર"ના અધિપતિ ખાસ