પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

પરવાનગી મેળવી ત્રણ વખત મળી ગયા. તેઓ સાહેબ સુલેહ કરાવવાના હેતુથી જ આવતા, એટલે તેને ખાનગીમાં (દારોગાની ગેરહાજરીમાં) મળવાની પરવાનગી હતી. હિન્દી કોમ શું કબૂલ કરશે? એનો વિચાર તેઓ સાહેબ પહેલી મુકાતે કરી ગયા હતા. બીજી મુલાકાતે તેમણે તથ બીજા અંગ્રેજ આગેવાનોએ ઘડેલા કાગળ લઈને તેઓ આવ્યા. તે કાગળમાં કેટલાક ફેરફાર કર્યા પછી મિ. ક્વીને, મિ. નાયડુએ તથા મેં સહી કરી. આ કાગળ અને સમાધાની વિષે "ઓપિનિયન"માં બીજી જગ્યાએ બહુ લખાઇ ગયું છે, એટલે અહિં વધારે લખવાની જરૂર નથી.

ચીફ માજીસ્ટ્રેટ મિ. પ્લેફર્ડ પણ એક વખત મળવા આવેલા, તેને તો હંમેશાં મળવાનો હક્ક છે; અને તે કાંઈ ખાસ અમને જ મળવા આવેલા એમ ન ગણાય છતાં અમે બધા કેદમાં હતા તેથી ખસૂસ વખત રોકી આવેલા એમ કહેવાય છે.

ધર્મનો અભ્યાસ.

કેદીઓને ધર્મનો અભ્યાસ મળવો જોઈએ એમ આ જમાનામાં પશ્ચિમના મુલકમાં બધી જગ્યાએ રિવાજ જોવામાં આવે છે. તેથી જોહાન્સબર્ગની જેલમાં કેદીઓને સારૂં ખાસ દેવળ છે. આ દેવળ ખ્રિસ્તીઓને સારૂં છે. દેવળમાં માત્ર ગોરા કેદીઓનેજ જવા દે છે. મેં મિ. ફોરટુનને તથા મારે સારૂં ખાસ માંગણી કરી. પણ ગવર્નરે જણાવ્યું કે તે દેવળમાં માત્ર ગોરા ખ્રિસ્તી કેદીઓજ જઈ શકે. દરેક રવિવારે આ દેવળમાં ગોરા કેદીઓ જાય છે ને ત્યાં જૂદા જૂદા પાદરીઓ ધર્મનું શિક્ષણ આપે છે.