પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના.

મહામા ગાંધીજીએ સ્વયમેવ લખેલા ‘મારા જેલના અનુભવ’ પુસ્તકની બે હજાર નકલની પહેલી આવૃત્તિ થેડાજ સમયમાં ખપા ગઇ અને આજે બીજી આવૃત્તિ વાંચકદના હાથમાં મૂકાય છે. એજ બતાવી આપે છે કે પ્રજામાં આજકાલ આવા પ્રકારના વાંયન માટે કેટલી બધી ઉત્સુકતા પ્રગટી રહી છે. અમારી આત્તિ બહાર પડયા પછી અમદાવાદ ખાતેથી પણ એજ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પરંતુ એટલું જણાવવું જરૂરતુ છે કે આ પુસ્તકમાં ગાંધીજીએ લખેલા સત્યાગ્રહની છેલ્લી લડતને અનુભવ’ ચોથા અનુભવ તરીકે આપવામાં આવ્યો છે તે અમદાવાદવાળી આવૃત્તિમાં નથી. વળી આ બીજી આવૃત્તિમાં ખાસ તૈયાર કરાવેલું એક ચિત્ર તથા ગાંધીની જુદા જુદા સમયની એ ખાએ આપેલી છે. તે છતાં કીંમત પ્રથમ આવૃત્તિ કરતાં એક આના આછી રાખી છે.


ગાંડીવ સાહિત્ય મંદિરની સ્થાપના થયાને હજુ મંત્ર દશ મહિનાજ થયા છે તેટલા વખતમાં આ સંસ્થા તરફથી પુસ્ત અને ચેપાનીયાં (Pamphlets) મળી એક ડઝન ઉપરાંત પ્રગટીકરણા (Publications) થયાં છે. તે જોતાં સંસ્થાએ ટુંક સમયમાં રીક પ્રગતિ કરી કહેવાય. પ્રતિ પ્રજાજનાએ આ સંસ્થાને આપેલા ઉત્તેજનને આભારી છે એમાં કાંઇ શક નથી, પોતાના શૈશવના અલ્પ કાળમાં સંસ્થાએ જે કાંઈ કાય કયું છે તેના વિગતવાર હેવાલ આ સાથે જોડવામાં આવ્યા છે તે ધ્યાનપૂર્વક વાંચી જવાની દરેક વાંચકને વિનંતિ છે.

વ્યવસ્થાપક,
ગાંડીવ સાહિત્ય મંદિર.