પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

જેલમાં મુસલમાન ભાઇઓના રોજા.

અમે જેલમાં પહોંચ્યા ત્યારે મિ. દાઉદ મહમદ, મિ. રૂસ્તમજી, મિ. આંગલીઆ જેનાથી લડતનો બીજો ભાગ શરૂ થયો તે, મિ.સોરાબજી અડાજણીઆ તથા બીજા હિંદી ભાઇઓ પચીસ સુધી હતા. રમજાન મહિનો ચાલતો હતો તેથી મુસલમાન ભાઈઓ રોજા રાખતા હતા. તેમને ખાસ પરવાનગીથી સાંજના મિ. ઈસપ સુલેમાન કાજી તરફથી ખાવાનું આવતું હતુ. તેથી રોજા બરાબર રાખી શકાતા હતા. જો કે બહારની જેલોમાં બત્તીની સગવડ નથી હોતી, છતાં રમજાનને લીધે બત્તી અને ઘડીઆળ રાખવાનો હુકમ આપવામાં આવ્યો હતો. સહુ મિ. આંગલીઆની પાછળ નીમાજ પઢતા જતા. રોજાવાળાઓને પહેલા દિવસોમાં કામ સખત આપેલું પણ પાછળથી તેઓને મજુરીનું કામ સોંપવામાં નહિ આવતું.

હિંદીઓ માટે જૂદું રસોડું.

બાકીના જે હિંદી કેદી રહેલા તેઓને સારૂ આપણા જ જણને રસોઈ કરવાની રજા હતી. તેથી મિ. ઉમિયાશંકર શેલત તથા મિ. સુરેન્દ્રરાય મેઢ અને પાછળથી જ્યારે કેદીઓ વધ્યા ત્યારે મિ. જોશી જોડાયા હતા. જ્યારે આ ભાઇઓને દેશપાર કર્યા ત્યારે બીજા રસોઈમાં મિ. રતનશી સોઢા, મિ. રાઘવજી તથા મિ. મવજી કોઠારી હતા. ત્યાર બાદ ઘણાજ માણ્સો થયા ત્યારે તેમાં મિ. લાલભાઈ તથા મિ. ઉમર ઓસમાન જોડાએલા. આ રસોઇ કરનારને સવારમાં બે વાગે યા ત્રણ વાગે ઊઠવું પડતું, અને સાંજના પાંચ થી છ વાગ્યા સુધી તેમાં ગુંથાવું પડતું. જ્યારે ઘણા કેદીઓને છોડવામાં આવ્યા ત્યારે