પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

છે. કેદખાનું બધું પત્થરનું ચણેલું છે. કોટડી ઊંચી છે, ભીંતોને પણ ઘણી વેળા ચુનો લગાડવામાં આવે છે તેથી હંમેશાં નવા જેવી લાગે છે. આંગણું કાળા પત્થરનું બાંધેલું છે, અને હંમેશાં ધોવાય છે, તેમાં ત્રણ ત્રણ સાથે ન્હાઇ શકે એવી ઝરાની ગોઠવણ છે, બે જાજરૂ છે, અને બેસવાના બાંકડા છે. ઉપર કાંટાવાડવાળાની જાળી જડેલી છે, તે કેદીઓ દીવાલ પર ચઢી નાસી જાય તેનો અટકાવ થવા સારૂ છે. દરેક કોટડીમાં અજવાળું તથા હવા ઠીક આવી શકે છે, તેમાં કેદીઓને સાંજના છ વાગે પૂરે છે. કોટડીને બહાર રાતના તાળું મારી રાખે છે. એટલે કોઇને રાતના કુદરતી હાજત થાય તો તે કોટડીની બહાર જઇ શકતા નથી, તેથી કોટડીમાં જ હાજત જવાનાં જંતુનાશક પાણીથી ભરેલાં વાસણ હંમેશાં મૂકવામાં આવે છે.

ખોરાક.

હું જ્યારે વોક્સર્સ્ટની જેલમાં ગયો, ત્યારે ત્યાં હિંદી જેલીઓને સવારન પૂપૂ અને બપોરના તથા સાંજે ચાવલ અને કાંઇક તરકારી મળતાં હતા. તરકારીમાં મોટે ભાગે પટેટા જ હતા. ઘી બિલકુલ નહોતું મળતું. જેઓ કાચી જેલમાં હતા તેઓને ઉપરના ખોરાક ઉપરાંત સવારના પૂપૂની સાથે એક ઔંસ ચીની અને બપોરના અર્ધો રતલ રોટી મળતાં હતાં. રોટી તથા ચીનીમાંથી કેટલાક કાચી જેલવાળા, પાકી જેલવાળાંને થોડાં આપતા. કેદીઓને બે દહાડા માંસ મળવાનો હક હતો પણ હિંદુ અથવા મુસલમાનને માંસ ન મળતું હોવાથી તેની અવેજીમાં બીજું કંઇ મળવું જોઇતું હતું; તેથી અમે બધાએ અરજી કરી અને તેને પરિણામે એક ઔંસ ઘી