પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

અનુભવ મને વોક્સર્સ્ટમાં થયો અને તેથી હું દુઃખી થતો. ખોરાકનો કચવાટ હંમેશાં ચાલતો અને જાણે ખોરાક એજ જીવન હોયને, અથવા તો ખાવાનેજ સારૂ આપણે જીવતા હોઇએ નહિ તેમ કકળાટ ઘણી વેળા થતો. આ પ્રમાણે કરવું સત્યાગ્રહીને ન ઘટે. ખોરાકમાં ફેરફાર કરાવવાની તજવીજ કરવી એ આપણું કામ છે. પણ ફેરફાર ન થાય તો તો જે મળતો હોય તેથી સંતોષ માની સરકારને બતાવી આપવું કે આપણે તેથી હારવાના નથી; એ પણ આપણી ફરજ છે. કેટલાક હિંદી માત્ર ખોરાકની અગવડને લીધે જેલનો ડર રાખે છે. તેમણે વિચારપૂર્વક ખોરાકને વિષે જે લાલસા બંધાઇ હોય તે છોડવી ઘટે છે.

બે માસની સખત મજૂરીની સજા.

હું ઉપર કહી ગયો તે મુજબ આમારો બધાનો કેસ સાત દિવસને સારૂ મુલતવી રહેલો; એટલે ૧૪મી અક્ટોબરે કેસ ચાલ્યો. તે વેળા બીજા હિંદીઓને એક માસની અને કેટલાકને છ અઠવાડિઆની સખત મજુરી સાથની જેલ મળી. એક બાળક છોકરો જે અગીઆર વર્ષનો હતો તેને ૧૪ દિવસની આસાન કેદ મળી. મારી ઉપરથી કેસ ખેંચી લેશે એવી મને ધાસ્તી લાગવાથી હું પીડાતો હતો. બીજાના કેસો થઇ રહ્યા પછી માજીસ્ટ્રેટે થોડી વખત કેસ મુલતવી રાખ્યા, એટલે હું વધારે ગભરાયો. પહેલાં તો એવી ચર્ચા ચાલતી હતી કે મારી ઉપર રજીસ્ટર નહિ બતાવવાનુ અને અંગુઠા નહિ આપવાનું તહોમત આવશે. એટલું જ નહિ પણ બીજા વગર હક્કના હિંદીને ટ્રાન્સવાલમાં દાખલ