પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
ગાંધીજીનો જેલનો અનુભવ.

કરવાનું તહોમત મૂકવામાં આવશે. મનમાં હું વિચારો ઘોળ્યા કરતો હતો, તેટલામાં માજીસ્ટ્રેટ પાછા કચેરીમાં આવ્યા ને મારા કેસનો પોકાર થયો, અને મને રુ. ૨૫નો દંડ અથવા તો બે માસની સખત મજુરીની સજા મળી. હું બહુ રાજી થયો અને બીજા ભાઇઓની સાથે કેદમાં રહેવાનું મળ્યું એમ માનીને સુભાગી સમજવા લાગ્યો.

જેલનાં કપડાં.

જેલ મળ્યા બાદ અમને જેલી કપડાં મળ્યાં. તેમાં એક ટુંકો મજબુત ઇજાર, ખાદીનું ખમીસ, તેની ઉપર એક પહેરણ, એક ટોપી, એક ટુવાલ, મોજાં, અને સેંડલ મળ્યા. આ કપડાં મને લાગે છે કે કામ કરનારને સારૂ બહુ સગવડ ભરેલાં, ટકાઉ અને સારાં છે. આવાં કપડાંની સામે અપણે કંઇ કહેવા જેવું રહે નહિ. એવાં કપડાં હંમેશા પહેરવાં પડે તોપણ તેથી કાયર થવા જેવું નથી. ગોરાઓને કપડાં કંઇક જૂદી રકમનાં મળે છે. મોજાં ઘુંટ્ણ સુધી પહોંચે તેવા તથા બે ટુવાલ ઉપરાંત રૂમાલ મળે છે.હિંદીને પણ રૂમાલ આપવાની જરૂર જણાય છે.

જેલનું કઠણ કામ.

સખત મજુરીવાળા કેદી પાસેથી સરકારને દરરોજ નવ કલાક કામ લેવાનો હક છે. કેદીઓને હંમેશાં છ વાગે કોટડીમાં પુરવામાં આવે છે. સવારના સાડા પાંચ વાગે ઉઠવાનો ઘંટ વાગે છે, અને છ વાગે કોટડીના દરવાજા ઉઘડે છે. કોટડીમાં પૂરતી વખતે અને કોટડીમાંથી કહાડતી વખતે કેદીઓની ગણત્રી કરવામાં આવે છે, તે ગણત્રી નિયમસર ને ઝપાટાબંધ થઇ શકે તેવા હેતુથી દરેક કેદીને