પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭
ગાંધીજીનો જેલનો અનુભવ.

કર્યા કરતો. દરોગો મને ઘમકાવવા લાગ્યો. થાક લાગવાથી ઠપકો દેતો હતો. મેં તેને કહ્યું લોસવાની જરૂર નથી. મારાથી કાળજાકૂટ થાય તેટલું કામ હું કરીશ. આ વખતે મિ. ઝીણાભાઇ દેસાઇને મેં મૂર્છિત થતા જોયા. મારી જગ્યાએથી તો મારાથી ખસાય નહિ, એટલે હું જરા થોભ્યો. દરોગો ત્યાં ગયો. મેં જોયું કે મારે જવુંજ જોઇએ, તેથી હું દોડ્યો. બીજા પણ બે હિંદી આવ્યા. ઝીણાભાઇને પાણી છાંટ્યું, તેને શુધ્ધિ આવી. દરોગાએ બીજાને કામ ઉપર મોકલી દીધા. મને તેની પાસે બેસવા દીધો. ઝીણાભાઇને માથે ખૂબ ઠંડું પાણી રેડ્યું, પછી કંઇક આરામ થયો. દરોગાને કહ્યું કે તેનાથી ઘેર ચાલીને નહિ જવાય તેથી ગાડી મંગાવી ગાડીમાં તેને લઇ જવાનો મને હુકમ થયો. ઝીણાભાઇને માથે પાણી રેડતાં હું વિચાર કરવા લાગ્યો.

ભરેલાં પગલાં વિષે ફરી વિચાર.

"મારા શબ્દો પર આધાર રાખી ઘ્ણા હિંદી જેલમાં આવે છે. જો હું ખોટી સલાહ આપતો હઉં તો હું કેટલો પાપી બનું? મારે લીધે આટલું દુખ હિંદીને થાયઃ મેં એમ વિચારી ઉંડો શ્વાસ નાંખ્યો. ઇશ્વરને સાક્ષી જાણી ફરી વિચાર્યું ને હું વિચારમાં ડુબકી મારી પાછો હસી નીકળ્યો. મેં એ સલાહ આપી છે તે બરાબર છે એમ મેં જોયું. દુઃખ ભોગવવામાં જ સુખ છે. તો પછી દુઃખથી કંઇ ખેદ પામવાનું કારણ નથી. આ તો મુર્છા આવી પણ મોત થાય તોપણ મારાથી બીજી સલાહ આપાય તેમ નથી. જન્મ-બંધન કરતાં આમ દુઃખ ભોગવી બેડીમાંથી મુક્ત થવું એજ આપણું કર્તવ્ય છે એમ