પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

કેસમાં જુબાની આપવાનું હતું. તે સિવાય બીજાં કારણો હશે એમ બહુ તર્કવિતર્ક થતા હતા. આશાએ ભર્યાં બધા એમ પણ માનતા હતા કે કદાચ મિ. સ્મિટ્સની મુલાકાતની પણ વાત હોય. પાછળથી જોવામાં આવ્યું કે એવું કંઇજ ન હતું. મને લઇ જવાને જોહાન્સબર્ગથી એક ખાસ દરોગાને મોકલવામાં આવ્યો હતો. એ દરોગાને તથા મને રેલવેનો એક ડબો મળ્યો હતો. ટીકીટ બીજા વર્ગની હતી, તેનું કારણ એજ હતું કે ત્રીજા વર્ગના ડબ્બા ન હતા. કેદીઓને ત્રીજા વર્ગમાંજ લઇ જવાતા હોય એમ જણાય છે. રસ્તામાં પણ પોશાક કેદીનોજ હતો. મારો સામાન હતો તે મારી પાસેજ ઉપાડવામાં આવ્યો હતો. જેલથી સ્ટેશન સુધી ચાલતા જવાનું હતું. જોહાન્સબર્ગ પહોંચ્યા પછી ત્યાંથી જેલ સુધી સામાન ઉંચકીને ચાલતા જવું પડ્યું. આ વાત ઉપરથી છાપાંઓમાં બહુ ટીકા થયેલી. વિલાયતની પાર્લામેંટમાં સવાલ પૂછાએલા. ઘણા લોકોના મન દુઃખાયાં. સહુને એમ લાગી આવ્યું કે મારા જેવા રાજપ્રકરણી કેદીને જેલીના પોશાકમાં ચાલતો ને બોજો ઉંચકાવીને લઇ જવો નહોતો જોઈતો.

મિત્રોને લાગણી.

લોકોનાં મન દુઃખાય એ સમજાય એવું છે. જ્યારે આમ જવાનું છે એમ મિ. આંગલીઆએ સાંભળ્યું ત્યારે તેમની આંખોમાં પાણી આવ્યાં. મિ. નાયડુ તથા મિ.પોલાક ને ખબર પડી ગયેલી તેથી તે મને સ્ટેશન પર મળેલાં તેઓ પણ મારી સ્થિતિ જોતાં રોવા જેવા થઈ ગયા. આમ થવાનું કારણ કંઇ નથી. આ દેશમાં