પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

વાંચવાનું શરૂ કર્યું. હિસાબ એવો છે કે દરેક કેદીએ કંઇને કંઇ જેલનું કામ કરવું જોઇએ. તેથી દરોગાએ મને બોલાવીને પૂછ્યું "આજ તમે માંદા છો? "

મેં જવાબ આપ્યો " નાજી. "

સ○— ત્યારે તમે કેમ કંઇ કામ કરતા નથી ?

જ○— મારી પાસે કામ હતું તે પૂરૂ થયું છે. હું કામનો ઢોંગ કરવા ઇચ્છતો નથી. કામ મને આપો તો હું તે કરવા રાજી છું. નહિ તો નવરો બેઠો વાંચુ તેમાં શી હરકત છે ?

સ○— એ તો ખરૂં પણ જ્યારે વડો દરોગો કે ગવર્નર આવે ત્યારે તમે સ્ટોરમાં રહો તો સારૂં.

જ○— હું એમ કરવા રાજી નથી. હું ગવર્નરને પણ કહેવાનો છું કે સ્ટોરમાં પૂરતું કામ નથી તેથી મને કાંકરી ફોડવા મોકલે.

સ○— ત્યારે બહુ સારૂ. મારાથી તો રજા વિના તમને કાંકરી ફોડવા ન મોકલાય.

આ બનાવ બન્યા પછી થોડી વારે ગવર્નર આવ્યા. મેં તેની પાસે બધી હકીકત જાહેર કરી, તેણે કાંકરી ફોડવા જવાની પરવાનગી ન આપી પણ જણાવ્યું; કે તમારે તેમ કરવાની જરૂર નથી, કેમકે તમને બીજે દિવસે પાછા વોકસસર્સ્ટ મોકલવાના છે.

વોક્સર્સ્ટની જેલ.

વોક્સર્સ્ટની જેલ નાની હોવાથી કેટલીક છૂટ જે ત્યાં ભોગવાય છે તે જોહાન્સબર્ગની મોટી જેલમાં ન ભોગવાય. જેમકે વોક્સસર્સ્ટની જેલમાં મિ. દાઉદ મહમદને માથે બાંધવા સારૂ સાલ અને