પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

નથી. ખોટી શરમ રાખવાને આપણે કારણ નથી. આપણે પોતે નિર્દોષ મનના હોઇએ તો કુદરતે આપેલી વસ્તુ ખાસ છૂપાવવાની જરૂર શી ? હું જાણું છું કે આ વિચારો હિંદી માત્રને વિચિત્ર લાગે તેવા છે, છતાં મને લાગે છે તે બાબત ઉંડા ઉતરીને ખરૂં શું છે તે જોવા જેવું છે. એવી જાતની હરકતો લાવવાથી આપણને અંતે લડતમાં નુકશાની થાય છે. અગાઉ હિંદી કેદીને ડાક્ટર બિલકુલ ન તપાસતો, પણ એક વખત બે ત્રણ હિંદીને સવાલ પૂછ્યા. તેના જવાબમાં તેઓએ કહ્યું કે તેને કંઇ રોગ ન હતો. ડાક્ટરને વહેમ ગયો તે ઉપરથી તેણે ઉપર પ્રમાણે જવાબ મળવા છતાં પણ કેદીને તપાસ્યા ને તેઓ જૂઠા નીકળ્યા, ત્યારથી ડાક્ટરે હિંદી કેદીને પણ બરાબર તપાસવાનો ઠરાવ કર્યો.

એટલે આપણે જોઇ શકીએ છીએ કે જ્યારે આપણને કંઇ અડચણ આવી પડે છે ત્યારે તેનું કારણ ઘણે ભાગે આપણે પોતે હોઇએ છીએ.

વોકસર્સ્ટમાં પાછા.

ઉપર કહી ગયો તે પ્રમાણે મને ચોથી નવેંબરે વોક્સર્સ્ટ પાછો લઇ ગયા. તે વેળા પણ મારી સાથે એક દરોગો હતો. પોશાક કેદીનો હતો પણ આ વેળા મને ચલાવ્યો નહી. ગાડીમાં સ્ટેશને લઇ ગયા પણ બીજા વર્ગને બદલે ટીકીટ ત્રીજા વર્ગની હતી. મને રસ્તાને સારૂ અર્ધો રોટલો અને બુલીબીક આપ્યા. બુલીબીક લેવાની મેં ના પાડી. તે છોડી દીધું. રસ્તામાં બીજો ખોરાક લેવાની દરોગાએ પરવાનગી આપી. સ્ટેશન ઉપર જ્યારે ગયો ત્યારે કેટલાક હિંદી દરજી હતા. તેઓએ મને જોયો. વાત તો થાય નહિ. મારો