પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

પોશાક વિગેરે જોઇ તેમાનાં કોઇએ રોઇ દીધું. મને પોશાક વિગેરેથી કંઇ નહોતું લાગતું, એટલું કહેવાનો પણ અખત્યાર નહતો તેથી હું એ બધું જોઇ રહ્યો. અમને બેને એક અલગ ડબ્બો આપ્યો હતો તેની પાસેના ડબ્બામાં એક દરજી ઉતારૂ હતો તેણે પોતાના ખાવાનામાંથી મને થોડું આપ્યું. હેડલબર્ગ ઉપર મિ. સોમાભાઇ પટેલ મળ્યા. તેમણે સ્ટેશન ઉપરથી કંઇ ખાવાનું લઇને આપ્યું. જે બાઇની પાસેથી તેણે લીધું, તેણે પ્રથમ તો પોતાની લાગણી આપણી લડતમાં બતાવવાના ઇરાદાથી કંઇજ લેવાની ના પાડી. જ્યારે મિ. સોમાભાઇએ બહુજ આગ્રહ કર્યો ત્યારે તેણ નામની છ પેની લીધી. વળી મિ. સોમાભાઇએ સ્ટાંડર્ટન તાર કર્યો હતો. તેથી ત્યાં પણ કેટલાક હિંદી સ્ટેશન ઉપર આવ્યા હતા અને ખાવાનું લાવેલા. એટલે રસ્તામાં દરોગાએ તથા મેં પુષ્કળ ખાધું.

વોકસર્સ્ટ પહોંચતાં સ્ટેશન ઉપર મિ. નગદી તથા મિ. કાજી મળ્યા. તે બંને સાથે થોડે રસ્તે ચાલેલા. છેટે રહીને ચાલવાની તેમને રજા આપી હતી. સ્ટેશનથી મારો સામાન ઉપાડીને મારે વળી ચાલવું પડ્યું હતું. આ બાબતની ચર્ચા પણ છાપામાં પુષ્કળ થયેલી.

વોક્સર્સ્ટમાં હું પાછો પહોંચ્યો તેથી સહુ હિંદી ખુશી થયા. મને મિ. દાઉદ મહમદવાળી કોટડીમાં તે રાતે પૂરેલો એટલે મોડી રાત સુધી અમે એક બીજાના અનુભવની વાતો કરી.

કેદખાનું કે છાવણી.

હું જ્યારે વોક્સસર્સ્ટ પાછો ગયો ત્યારે હિંદી કેદીનો દેખાવ ફરી ગયો હતો. લગભગ ૩૦ ને બદલે ૭૫ કેદી થઇ પડ્યા હતા. તેટલાનો