પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

સમાસ થાય તેવો માર્ગ આ જેલમાં નહોતો. તેથી આઠેક તંબુ ગોઠવ્યા હતા. રસોઇને સારૂ ખાસ ચૂલો પ્રિટોરિઆથી આવ્યો હતો. કેદીઓ ઘણી વેળા જેલની પાસે નદી વહે છે, તેમાં નહાવા જઇ શકતા. આ દેખાવ કેદીના કરતા લડવૈયાના જેવો લાગતો હતો. એ કેદખાનું ન હતું પણ સત્યાગ્રહીની છાવણી હતી. પછી દરોગા દુ:ખ આપે કે સુખ તેની શી દરકાર ? હકીકતમાં તો ઘણા દારોગા એકંદર ઠીક હતા. દરેક દારોગાના મિ. દાઉદ મહમદે નામ પાડ્યા હતાં. એકનું નામ 'ઉકલી' પાડ્યું હતું. બીજાનું નામ 'મફુટો' એમ જૂદાં જૂદાં નામ હતાં.

મિત્રોની મુલાકાત.

વોક્સર્સ્ટની જેલમાં મુલાકાતે ઠીક હિંદી આવતા. મિ. કાજી તો હંમેશાં અધર રહેતા. કેદીઓની બહારની વ્યવસ્થા તે દિલ દઇને કરતા, તથા મળવા આવવાને જેટલી બને તેટલી તક મેળવતા. મિ. પોલાક કામસર લગભગ દર અઠવાડિયે આવતા. નાતાલથી મિ. મહંમદ ઇબ્રાહિમ તથા મિ. ખરસાણી કોગ્રેંસના મેનલાઇનના ઉઘરાણા બાબત ખાસ આવી ગયેલા. ઇદને દહાડે તો એકસો શેઠીયાઓ મળી ગયા હશે. તે દહાડે તારોના પણ વરસાદ વર્સ્યા હતા.

જેલ વિશે કેટલીક ફરિયાદ.

જેલમાં સાધારણ રીતે બહુ ચોખાઇ જાળવવામાં આવે છે. જો તેમ ના થતું હોય તો દરદ ફાટી નીકળતાં વાર ન લાગે. છતાં કેટલીક બાબતમાં ગંદકી પણ રહે છે. ઓઢવાની કામળી એક બીજાની સદાય બદલાય છે. ગમે તેવા મેલા કાફરાઓએ ઓઢેલી હોય