લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

થોડું ઘાસ કાપવા જવાને બે હિંદીઓની માંગણી કરી. કોઇ થોડીવાર ન બોલ્યું ત્યારે મિ. ઇમામ અબદુલકાદર કાપવા જવા તૈયાર થયા. તેમ છતાં પણ કોઇ તેની સાથે જવાને ન નીકળ્યા. સમુળગા દરોગાને કહેવા લાગ્યા કે ઇમામને ન લઇ જા. આમ કહેવાથી બેવડી ખરાબી થઇ. એક તો દરેકે ઘાસ કાપવા તૈયાર થવાની જરૂર હતી તે તો રહ્યું, પણ જ્યારે કોમનું નામ રાખવાને ઇમામ સાહેબ તૈયાર થયા ત્યારે તેમનો હોહો ખુલ્લો કર્યો. તે ઘાસ કાપવા તૈયાર થયા પણ બીજા કોઇ ન થયા એમ બતાવી આપણી બેશરમી જાહેર કરી.

એક ધર્મ સંકટ.

જેલ અર્ધી પૂરી થઇ હતી. તેટલામાં ફીનીક્સથી તાર આવ્યો કે મિસિસ ગાંધીને મરણતોલ માંદગી છે ને મારે ત્યાં પહોંચવું જોઇએ. સહુ આ ખબરથી દિલગીર થયા. મારી ફરજ શી હતી, તેનો મને સંદેહ ન થયો. જેલરે પૂછ્યું તું દંડ આપી જવા માગે છે કે નહિ? ત્યારે મેં તુરત જવાબ આપ્યો કે મારાથી દંડ આપવાનું બનવા કાળજ નથી. અમારા સંબંધીથી છૂટા પડવું એ પણ અમારી લડતના ભાગ છે. જેલર સાંભળીને હસ્યો ને દિલગીર પણ થયો. આ વિચાર ઉપર વિચારતાં ઘાતકી જણાય એવો છે, છતાં મને તો ખાત્રી છે કે એજ ખરો વિચાર છે. સ્વદેશ પ્રીતિ એ મારા ધર્મનો હું ભાગ સમજું છું. બધો ધર્મ સચવાયો ગણાય નહિ. ધર્મનું પાલન કરવામાં બાયડી છોકરાંઓનો વિયોગ સહન કરવો પડે તે કરીએ, તેઓને ખોઇ બેસીએ તેમાં ઘાતકીપણું નથી એટલું નહિ પણ તેમ કરવું તે આપણી ફરજ