પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૭
ગાંધીજીનો જેલનો અનુભવ.

છે. આપણે મરણ પર્યંત લડવાનું પણ છે તો પછી બીજો વિચાર થાયજ નહિ. લોર્ડ રોબટર્સે આપણા કામ કરતાં ઉતરતા કામમાં પોતાના એક-જ દીકરાને ખોયો અને લડાઇમાં પોતે હોવાથી છોકરા દફન કરવા સારૂ પણ તેનાથી નહિ અવાયું. આવા દાખલાઓથી દુનિયાનો ઇતિહાસ ભરપૂર છે.

કાફરોના ટંટા.

જેલમાં કેટલાક કાફર કેદીઓ બહુ મોટા ખુની હોય છે. તેઓની વચ્ચે તકરાર ચાલ્યાજ કરતી જોવામાં આવે છે. તેઓ કોટડીમાં પૂરાયા પછી માંહોમાંહે લડે છે. ને કેટલીક વેળા દરોગાની સામે થાય છે. દરોગાને બે વખત કેદીઓએ માર્યા હતા; આવા કેદીઓની સાથે હિંદી કેદીને પૂરે તેમાં જોખમ એ તો દેખીતું છે. તેવો વખત હિંદીને આવ્યો નથી પણ સરકારી કાયદો જ્યાં સુધી કહે છે કે કાફરાની સાથે હિંદી કેદીને ગણવા ત્યાં સુધી જોખમકારક સ્થિતિ ગણાય.

સત્યાગ્રહીઓની તબીયત.

જેલમાં ખાસ માંદગી તો ઘણા કેદીને ન હતી. મિ. માવજીને વિષે હું કહી ગયો. મિ. રાજુ કરીને તામીલ હતા તેને સખત મરડો થયેલો. તબીયત ઘણી લથડી હતી. તેનું કારણ તેણે એમ બતાવ્યું કે હંમેશાં ત્રીશ પ્યાલા ચાહ પીવાની આદત હતી તે નહિ મળવાથી થયો. તેણે ચાહની માગણી કરી પણ તે તો નજ મળે, પણ તેને દવા મળી ને જેલના ડાક્ટરે બે રતલ દુધનો તથા રોટીનો હુકમ કર્યો. તેથી તેની તબીયત સરસ થઇ ગઇ. મિ.