પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

બીજી નાની કોટડીમાં લઈ ગયા તેમાં મેં બધો વખત ગાળ્યો. તેવી કોટડી એક એક કેદીઓને સારૂ બનાવવામાં આવી છે.

કોટડી.

તેની લંબાઈ પહોળાઈ ૧૦×૧૭ ફૂટ હશે એમ ધારૂં છું. ભોંય કાળી ડામરવાળી છે તેને ચકચકિત રાખવા દારોગાઓ મથ્યા કરે છે. તેમાં હવા તથા અજવાળાને સારૂ એક કાચની તથા લોખંડના સળીયાની ઘણીજ નાની બારી છે. કેદીઓને રાતના તપાસવા ખાતર વિજળીની બત્તી રહે છે. આ બત્તી કેદીની સગવડને સારૂ નથી. કેમકે તેનું અજવાળું વાંચી શકાય તેટલું નથી હોતું. હું બત્તીની પાસે જઈને ઉભતો ત્યારે મોટા અક્ષરવાળી ચોપડી વાંચી શકતો હતો. બતી બરોબર આઠ વાગે બુઝાવે છે. પણ રાતના લગભગ પાંચ કે છ વાર પાછી સળગાવી કેદીઓને પેલા છિદ્ર વાટે દારોગાઓ તપાસી જાય છે.

ગવર્નર પાસે ત્રણ માગણી.

અગિયાર વાગ્યા પછી ડેપ્યુટી ગવર્નર આવ્યા. તેની પાસે મેં ત્રણ માગણી કરી. ચોપડીઓની, મારી સ્ત્રીની માંદગીને લીધે તેને કાગળ લખવાની પરવાનગીની તથા એક બેસવાની બાંકડીની. પહેલીને વિષે 'વિચારીશ,' બીજીને વિષે 'કાગળ લખજે', ત્રીજીને વિષે 'ના' આમ જવાબ મળ્યા. મેં જ્યારે ગુજરાતીમાં કાગળ લખીને આપ્યો ત્યારે તેની ઉપર શેરો થયો કે મારે કાગળ અંગ્રેજીમાં લખવો. મેં કહ્યું, મારી ઓરત અંગ્રેજી જાણતી નથી. મારા કાગળ તેને દવા જેવો થઈ પડે છે. તેમાં કંઈ નવું કે ખાસ લખવાનું હોતું નથી. છતાં મને પરવાનગી ન મળી. અંગ્રેજીમાં