પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭
ગાંધીજીનો જેલનો અનુભવ.

લખવાની પરવાનગીનો મેં ઉપયોગ કરવાની ના પાડી. મારી ચોપડીઓ મને તે જ દહાડે સાંજના આપવામાં આવી.

બપોરના ખાવાનું આવ્યું તે પણ બંધ દરવાજે કોટડીમાં ઉભાં ઉભાં ખાવું પડ્યું. ત્રણેક વાગે મેં નહાવાની પરવાનગી માંગી. નહાવાની જગ્યા મારી કોટડીથી સવાસો ફૂટ છેટી હશે. દરોગો કહે "ઠીક છે, કપડાં ઉતારીને (નાગો થઈને) જા." મેં કહ્યું, "એમ કરવાની કંઈ જરૂર છે? હું મારાં કપડાં પડદા ઉપર મૂકીશ." ત્યારે તેણે તેમ કરવા રજા આપી; પણ કહ્યું, "વખત ન લગાડતો" હજુ મારૂં શરીર લૂછવાનું બાકી હતું, ત્યાં તો ભાઈસાહેબે રાડ પાડી, "ગાંધી, તૈયાર થયો કે?" મેં કહ્યું. "હમણાં તૈયાર થઈશ." હિંદીનું મ્હોં જોવાનુંય ભાગ્યેજ મળતું હતું. સાંજ પડી એટલે દોઢ કામળી અને કાથાની ચટાઈ સૂવાને મળ્યાં, ઓશિકું કે પાટિયું ન હતાં. જાજરૂ જવું તે પણ એક દરોગો ચોકી કરવા ઉભતો. તે વળી મને ઓળખે નહિ તો બોલે:- "સામ, હવે નીકળ," સામને તો પાયખાનામાં વખત પૂરો લેવાની બૂરી આદત; તે સામ એમ કેમ ઉઠે? અને ઉઠે તો તેની હાજત પૂરી કેમ થાય? કોઈ વેળા દારોગો નહિ તો કાફરો આમ ઉભી ડોકિયાં કરે અથવા "ઉઠ ઉઠ"નું ગાન કરે.

જેલમાં મળેલું કામ.

કામ બીજે દહાડે મળ્યું, તે ભોંય અને દરવાજા સાફ કરવાનું એટલે ચકચકતા (પોલિશ) કરવાનું. દરવાજા રોગાન ચઢાવેલા લોખંડના. તેને હંમેશા પોલિશ શું કરવા? મેં ત્રણ ત્રણ કલાક એક દરવાજા ઉપર ઘસવામાં ગાળ્યા. પણ તેમાં કંઈ ફેરફાર મેં તો ન જોયો.