પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
ગાંધીજીનો જેલનો અનુભવ.

મેં ઘણા સત્યાગ્રહીને કહેલું કે જો તેઓ તબીયત બગાડીને જેલમાંથી નીકળે તો તેઓના સ્તયાગ્રહમાં ફેર ગણાય. કેમકે ઘટતા ઇલાજ આપણે ધીરજ લઇ શકીએ છીએ. વળી ચિંતા રાખીએ તોપણ તબીયત બગડે. સત્યાગ્રહીએ તો જેલનો મહેલ કરવો રહ્યો. આવા વિચારથી હું દિલગીર થતો કે રખેને મારે પોતાનેજ બગડેલી તબીયતે નીકળવું પડે. વાંચનારે યાદ રાખવું કે ઘીનો હુકમ મારે સારૂ થયો તે હું કબૂલ નહોતો કરી શકતો એટલે મારી તબીયત સત્યાગ્રહમાં બગડી. પણ બીજાને તે નિયમ લાગૂ પડી શકતો નથી. દરેક કેદી જ્યારે પોતે એકલો એક જેલમાં હોય ત્યારે પોતાને સારૂ અડચણો દૂર કરવાની માંગણી કરી શકે છે. પ્રિટોરિયામાં તેમ ન કરવા મારે ખાસ કારણ હતું તેથી જ મારે એકલાને સારૂ ઘીનો હુકમ હું કબૂલ નહોતો કરી શકતો.

દરોગા સાથેનો સંબંધ.

ઉપર જણાવી ગયો કે મારો ઉપરી દારોગો કંઇક કડક વર્તણૂંક ચલાવતો. આમ લાંબું નહિ ચાલ્યું જ્યારે તેણે જોયું કે હું સરકારની સામે તો ખોરાક વિગેરે બાબત લડ્યા કરૂં છું, પણ તેના બધા હુકમ ઉઠાવું છું ત્યારે તેણે ઢબ ફેરવી અને મને જેમ ફાવે તેમ કરવા દે. એટલે કે જાજરૂ, નહાવા વિગેરેની અડચણ દૂર થઇ. વળી પોતાનો હુકમ મારી ઉપર ચાલી શકે છે એમ ભાગ્યે જ જણાવા દે. તે દારોગાની બદલીમાં બીજો આવ્યો તે તો બાદશાહ હતો. મને ઘટતી સગવડ આપવા તેની કાળજી રહેતી. તે કહેતો કે " જે માણસ પોતાની કોમને સારૂ લડે છે તેને હું ચાહું