પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

છું. હું પોતે લડવાવાળો છું તને હું કેદી ગણતો નથી." આમ ઘણી આસાયેશની વાતો કરતો.

વળી થોડા દહાડા બાદ મને અરધો કલાક સવારે ને તેટલોજ વખત સાંજે આંટા મારવાને જેલની ફળીમાં કાઢતા. તે કસરત જ્યારે બહાર બેસીને કામ કરવાનું થયું ત્યારે પણ જારી હતી. આ ધારો જે કેદીને બેસીને કામ કરવાનું હોય છે તે બધાને લાગુ પડે છે.

વળી જે બાંકડીની મને ના પાડેલી તે બાંકડી તેની મેળે વડા દરોગાએ થોડા દહાડા બાદ મોકલી હતી. દરમિયાન જનરલ સ્મટ્રસ તરફથી બે ધર્મનાં પુસ્તક મને વાંચવા મળ્યાં હતાં તે ઉપરથી મેં અનુમાન કર્યું કે મારી ઉપર જે દુ:ખ પડ્યું તે કંઇ તેના ફરમાનથી નહિ; પણ તેની તેમજ બીજાઓની બેદરકારીને લીધે તથા આપણને કાફરાઓમાં ગણે છે તેને લીધે. એટલું તો ચોકસ જણાયું, કે મારાથી કોઇની સાથે વાતચિત ન થઇ શકે એજ મને એકલો મૂકવાનો હેતુ હતો. કેટલીક મહેનતે મને સીસાપેન તથા નોટબુકની પણ પરવાનગી મળેલી.

ડિરેક્ટરની મુલાકાત.

પ્રિટોરિયા મને પહોંચાડ્યો તેની શરૂઆતમાંજ ખસૂસ પરવાનગી મેળવી મિ. લિચિનસ્ટાઇન મને મળ્યા હતા. તે આવેલા માત્ર ઑફિસના કામને સારૂ પણ મને કેમ છે વિગેરે સવાલો તેણે પૂછ્યા. આનો જવાબ દેવા હું નારાજ હતો. પણ તેણે દાબીને પૂછ્યું તેથી મેં કહ્યું "હું બધું તો નથી કહેતો પણ આટલું કહું છું કે મારા ઉપર ઘાતકી વર્તણૂંક ચાલે છે. આમ ફરી જનરલ સ્મટ્ર્સ મને પાછો હઠાવવા માંગે છે પણ તેતો થવા કાળ નથી. જે દુઃખ પડશે