આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧
ગાંધીજીનો જેલનો અનુભવ.
આસન મારી સુરત દૃઢ ધારી,
દિયા અગમ ધર દેશ જી.
વળી—
કરના ફકીરી ક્યા દિલગીરી
સદા મગન મન રહેનાજી.
ઈશ્વર-કેમ જણાય ? તો કહે કે:-
હસતાં રમતાં પ્રગટ કરી દેખુંરે
મારૂં જીવ્યું સફળ તવ લેખુંરે,
એનું સ્વપ્ને જો દર્શન પામેરે
તેનું મન ન ચઢે બીજે ભામેરે.


અનુભવ ચોથો.
સત્યાગ્રહની છેલ્લી લડતનો અનુભવ
( ઇંડીઅન ઓપીનીઅનના સુવર્ણ અંકમાંથી ઉતારો. )
છેલ્લી લડાઇમાં અવધિ થઇ છે. તે અનુભવ લખવાનો મને વખતજ મળ્યો નથી. તેમાં મળેલા અનુભવનો લાભ ઇ.ઓ.ના વાંચકવર્ગને આપવાનો હતો. છેલ્લી લડત તે સત્યાગ્રહનું ત્રીજું પ્રકરણ હતું એ વાંચનારે યાદ રાખવું ઘટે છે. પહેલું પ્રકરણ બંધ થયું ત્યારે આપણે-મેં તો જરૂર-છેલ્લું માન્યું હતું. પણ જ્યારે બીજું પ્રકરણ શરૂ થવાનો વખત આવ્યો, ત્યારે ઘણા ભાઇઓ મને કહેવા લાગ્યા કે હવે કોણ લડશે ? વખતો વખત