પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૨
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

કોમ એટલું જોર બતાવી શકશે નહીં. આ સાંભળ્યું ત્યારે હું હસેલો. સત્ય ઉપર મારી અચળ આસ્થા હતી. મેં જવાબ આપ્યો કે 'લોકોએ એક વખત રસ ચાખ્યો છે એટલે હવે વધારે લડશે.' થયું પણ તેમજ. પહેલી વેળા સો બસેં હિંદી જેલ ગયા. બીજી વેળા સેંકડો ગયા. એટલુંજ નહિ પણ નાતાલ જાગ્યું ને ત્યાંથી આગેવાનો ભાગ લેવા આવ્યા. લડત ખુબ લંબાઇ, છતાં જોર તુટ્યું નહીં ને આપણે આગળ વધ્યા. છેલ્લી વેળાએ તો હારનીજ વાતો મેં સાંભળી. " વખતો વખત તને સરકાર દગો દીયે, તું છેતરાય ને વખતો વખત લોકો ખાડામાં ઉતરે એ બનેજ નહીં. " આવું કડવું વચન મારે સાંભળવું પડતું હતું. હું ઘણુંયે સમજતો હતો કે સરકારના દગાની સામે મારો કે કોઇનો ઉપાય ચાલે તેમ નહતું. આપણે પ્રોમીસરી નોટ લઇએ પણ સહી કરનાર ઇનકાર કરે અથવા છૂટી પડે તેમાં લેનોરનો શો દોષ ? હું તો જાણતો હતો કે સરકાર વચનભંગ કરે તો જેમ આપણને વધારે મહેનત કરવી પડશે તેમ તેમ તેને વધારે આપવું પડશે. કરજી કરજ ભરતાં વખત લગાડે તેટલે દરજ્જે તેને વધારે બોજો ઉપાડવો પડે છે. મેં તો વળી જવાબ આપ્યો કે " સત્યાગ્રહની લડત એવી છે કે તેમાં હારવાનું કે પસ્તાવાનું છેજ નહિ. તે લડતમાં હંમેશાં માણસ વધારે બળવાન થાય છે. તેમાં થાક લાગતો નથી ને દરેક મજલે જોર વધે છે. જો આપણામાં સત્ય હશે તો હિંદી કોમ આ વેળા વધારે કામ કરશે ને પોતાનું નામ વધારે ઉજવળ કરશે." આ જવાબ મેં વાળ્યો ત્યારે મારા સ્વપ્નામાં પણ ન હતું કે વીસ હજાર ગરીબડા હિંદી જાગશે, તેઓ પોતાનું નામ ને પોતાના દેશનું નામ