પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

કરવામાં આવી, જ્યારે ટોલ્સટોય ફાર્મ બંધ કર્યું ત્યારે તેમાં વસતા નિશાળીઆ તથા તેનાં માબાપની સામે એ શરત હતી કે જે નિશાળીઆ ફીનીક્સ રહે તે જે ઉમરલાયક હોય તો તેણે લડત ફરી જાગે ત્યારે તેમાં દાખલ થવું જોઇએ, ખરૂં જોતાં ફીનીક્સમાં મુખ્ય કેળવણી જ સત્યાગ્રહની થઇ પડી. ફીનીક્સમાં વસનારા કુટુંબને પણ એ નિયમ લાગુ પડતો થશે, તેમાં માત્ર એકજ કુટુંબ અળગું રહ્યું. એટલે પરિણામ એ આવ્યું કે ફીનીક્સ ચલાવવા સારૂ જેટલા માણસની જરૂર પડે તે તે સિવાય બધા જ્યારે લડત ઉઠી ત્યારે તૈયાર હતા, આથી ત્રીજી લડતની શરૂઆત ફીનીક્સવાળાઓથી થઇ. જ્યારે સ્ત્રીઓ પુરુષો ને બાળકો નીકળ્યાં ત્યારનો દેખાવ મારાથી ભુલાય તેવો નથી. દરેકને એકજ લાગણી હતી; તે એ કે આ લડત ધર્મયુધ્ધ છે, ને તેઓ જાત્રાએ નીકળતા હતા. જતી વેળા તેઓએ ભજન કીર્તન ગાયાં તેમાંનું એક પ્રખ્યાત કાવ્ય "સુખ દુ:ખ મનમાં ન આણીએ" એ છે, તે અવસરે જે અવાજ બાળકો, સ્ત્રીઓ, ને મરદોનાં મુખમાંથી નીકળતો હતો, તેનો ભણકારો હજુ મારા કાનમાં પડે છે, આ સંઘની સાથેજ મહાન પારસી રૂસ્તમજી હતા. ઘણાના મનમાં હતું, કે મિ. રૂસ્તમજીએ ગઇ વેળા એટલું દુ:ખ ભોગવ્યું છે કે તે હવે નહિ જોડાય, આમ બોલનારા મી. રૂસ્તમજીની મહત્તાને નહોતા જાણતા. બૈરાંઓ અને બાળકો જાય ને પોતે ઘેર બેસે એ તેમનાથી જોવાયજ નહિ, મને આ સમયના બીજા બે બનાવ યાદ આવે છે, મી. રૂસ્તમજી તથા તેના કેશરી સિંહ જેવા બાળક સોરાબજી વચ્ચે હરિફાઇ ચાલી. સોરાબજી કહે બાવાજી મારે આવવું છે, તમારી વતી મને જવા દો અથવા મને પણ સાથે લઇ જાઓ.

બીજો દેખાવ મરહુમ હુસેનમીંયાની સાથેનો મી. રૂસ્તમજીનો મેળાપ હતો. મી. રૂસ્તમજી તેને મળવા ગયા ત્યારે તેની આંખમાંથી આંસુની ધારા ચાલી ને તેણ કહ્યું 'કાકાજી, જો હું સાજો હોઉં તો તમારી સાથે જેલમાં આવું' ભાઇ હુસેનનો દેશ તરફનો પ્રેમ બહુ