પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આનંદે મલકતી અદ્રશ્ય થઈ. જીવતરમાં કાંઈક કરી નાખ્યાનો - સમુદ્રની બહોળી છોળોમાં નહાયાનો - એ આનંદ હતો.

હાય ! પટારા જેવી જગડૂશેરી, તિજોરી જેવી શ્રીમાળી બ્રાહ્મણની જ્ઞાતિ, અને પ્રતાપગઢના માજી વસૂલાતી અધિકારીનું આદ્ય ખોરડું એ ત્રણેયમાં એકાએક આ ગાબડું પાડનારી તોપ ક્યાંથી મંડાઈ ગઈ ! એ વિચાર કરતો પ્રોફેસર અનંત પાછો સૂરત જઈ કૉલેજિયનોની સમે ઇબ્સન ઉપર ભાષણ દેવા લાગ્યો.

રોજ દરવાજે દાખલ થતાં કોઈ કહેતું : "હિચકારો !"

એ તો પેલી વંઠેલી પિકેટર મધુમતી !