પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


ભનાભાઇ ફાવ્યા


મામાના અગાધ અંતઃકરણમાં આનંદ છે કે નહિ તેનો તાગ લેવાનું એક અચૂક માપ હતું: ચા પીધા પછી કે જમ્યા પછી જો મામા સૂડીની વચ્ચે વાંકડી સોપારીનાં એક પછી એક દૂધિયાં ફાડિયાંનો ચૂરો પડતો જ રહે, તો સમજવું કે મામાના જીવનમાં આજે નવી ઘડી સંકેલાઇ છે. ધોબી કપડાંમાં જે ઘડીઓ પાડે છે, તેવી જ જાતની જીવન વ્યવહારમાં પણ ઘડીઓ પાડવાનો ઘણાને શોખ હોય છે. મામાની જીંદગી પણ આવી 'ઘેડ્ય' પાડેલી ચાદર હતી.

આજે મામાની સૂડી ચાલુ છે. "ભનાભાઇ ! બીજી સોપારી લાવજો તો !" એમ કહે છે ત્યાં તો બાવીસ વર્ષના જુવાન ભનાભાઇ છલંગો મારીને મામી પાસે દોડે છે. કબાટનું તાળું, કે જેની ચાવી મામીની કમરે જ રહેતી, તે ઉઘાડીને મામી વાંકડી સોપારી કાઢી આપે છે; અને આજે તો બે ઘડી નિરાંતે વાતો કરાશે એમ સમજીને મામી ઓરડાની બારીએ આવીને ઊભાં રહે છે. બન્નેની આંખો સામસામી હસે છે. મામી પૂછે છેઃ "પણ આવડું બધું શું છે આજ ?"

"ભનાભાઇ ફાવ્યાઃ બીજું શું !" એમ કહીને મામાએ ભાણેજ તરફ દોંગી દ્રષ્ટિ માંડી. ભનાભાઇ ખાસ કોઇ કુદરતી લજ્જા પામીને નહિ પણ આવા પ્રસંગે લજ્જા પામવી જોઇએ એવા સભાન પ્રયત્નથી, નીચે જોઇ ગયા.

"શું, ભનાભાઇને વટાવ્યા ?" ગામના દાક્તર મામાને મળવા આવેલા, તેણે આનંદ પામીને પૂછ્યું.

"હા, વટાવ્યા !" મામાનું ગળું ફુલાઇને બોલી ઉઠ્યું: "ભનો ખાટી