પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


'લાડકો રંડાપો'


"રાતે ફાસ્ટ ગાડી વખતે ગામમાં રોતું રોતું કોણ નીકળેલું ?"

"ગુલાબની ફુઈ. ગુલાબ હમણાં મરી ગયો ને, તેની કાણ્યે આવેલી. એને ગુલાબના ભાઈ ઘોઘલાએ કાલ રાતે બૂરે હવાલે કાઢી."

"શું ઘોઘલો આવ્યો ?"

"ગામડામાં ક્યાંક ’પિકેટિંગ’ કરતો હશે, ત્યાં ચોથે દિવસે માંડ ખબર પહોંચાડ્યા ત્યારે આવ્યો. ને પંદર દિવસમાં તો સગી ફઈને, આધેડ અવસ્થાની રાંડીરાંડ બાઈને, દુકાનીની કરી નાખી."

"શા સારુ ?"

"ગુલાબડાની વહુને માટે કાંઈક કંકાસ થયો લાગે છે. નવા જમાનાનું લોહી ખરું ને ? જૂના રીતરિવાજ માયલું રહસ્ય સમજી શકે નહિ. પોતાનો ધોકો પછાડે."

"બાયડીઓના રીતરિવાજમાં માથું મારવું એ પુરુષ માણસનું કામ જ નથી. ડોશી શાસ્તર તો નોખું એક શાસ્તર જ છે. એના ગૂઢારથ તો ડોશીઓ જ જાણે. એમાં ઘોડો કુદાવવો એ આપણું કામ જ નહિ."

કસ્બા-ગામની બજારે પોતપોતાની દુકાનો વાળતા વાળતા ચાર-છ વેપારીઓ પ્રભાતને પહોર આવું નિગૂઢ તત્ત્વ ચર્ચી રહ્યા હતા, અને ભંગિયાઓએ પરોઢિયામાં તાજી જ ઝાડુ મારેલી બજાર ઉપર પોતાનાં હાટડાંનો પૂંજો છાંટતા હતા.

"ગુલાબડાની ફઈ તો બચાડી ભારી ધર્મિષ્ઠ માણસ છે. ટેકીલી શ્રાવિકા છે, હો ! તકલાદી નથી. હરરોજ ચોવિયાર: મહિનાની દસેદસ તથ્યનો અપવાસ: સાધુ-સાધ્વી હોય ત્યારે ખડે પગે સેવા: ઘંટીને અડવાની