પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા જ તો." ફઈએ વહુનો ઘૂમટો જરીક ડોકનો ભાગ દેખી શકાય તેટલો ઊંચો કરીને કહ્યું: "મારી ડોકની ગુલછડી અને ચંદણહાર - બેય પે‘રાવેલ છે."

"એનાંય ઘરાણાં હશે તો ખરાં ને ?"

"હશે... પડ્યાં હશે ક્યાંઈક. અટાણે ક્યાં ખોળવા ? મારાં એ એનાં જ છે ને !"

"ફઈજી ! મારી મોહનમાળા તો ઘીનો ડ-"

"હાં હાં માડી !" વહુને ફઈએ બોળી મારતી અટકાવી: "તમારાથી અટાણે કાંઈ જ ન બોલાય: સાદ જ ન કઢાય. ઓરડોયે તમારો બોલાસ ન સાંભળે એવું રાખવું. તમારે તો ખૂણો પાળવાનો છે. એ તો પછી બધું થઈ રહેશે." ફઈએ વહાલપથી વહુના વાંસામાં હાથ ફેરવ્યો. એ પોચો હાથ એક ઠેકાણે જરાક અટક્યો હતો. આંગળી દાબીને ફઈએ વહુને સંકેતમાં સમજાવ્યું હતું.

ખરી વાત એ હતી કે મહેમાનોને રોટલીમાં પીરસવા સારુ ઘીનો એક ડબો લાવવા માટે વહુનો એકનો એક દાગીનો ઘરાણે મુકાઈ ગયો હતો. બાકી દાગીના હતા જ નહિ.

"બેન ! તમે છો તે કેવી ઘરની રીત સચવાય છે ! બેન તો કુળનું ઢાંકણ છે, હો !"

"એમાં ક્યાં પાડ કરીએ છીએ, બાપુ ! ભાઈનું આબરૂદાર ખોરડું : આજ ભાઈનું ગામતરું: મારે ગુલાબ ઓચિંતો ફાટી પડ્યો: ઘોઘલો સાવ છોકરવેજા. ખબર પડી કે તરત ધા નાખતી આવી છું. આંહીં જોઉં તો વહુ સૂનમૂન પડેલી: વહુને તાણ આવે. પછી વહુને હડબડાવવાં પડ્યાં કે, ’બાઈ ! આમ પડ્યું રિયું કામ આવે કાંઈ ? અત્યારે તો કેડ્ય બાંધીને કૂટવું જોઈએ ને ! મરણ જેવું મરણ છે !’ હાથ ઝાલીને ઉઠાડ્યાં."

વખતવહુએ પણ યાદ કરીને કહ્યું: "અને, બેન, મરણ થયું તે ઘડીથી જ વહુ તો હિસ્ટોરિયાના તાણમાં ને તાણમાં પડી ગયાં. બોલે નહિ: રોવે નહિ: ડોળા ફાડીને જોયા કરે. ડિલે લૂગડાંના ઢંગ નહિ. અમે તો મૂંઝાઈ