પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયું. એ-નો એ જ અમલદાર જાગીરની સોંપણ કરવા પાછો આવ્યો.

"ઊભા રો', સાહેબ !" એમ કહી નવા હક્કદારે પેલી વિધવા બાઇના ભાઇને તેમ જ 'દીકરો' પેદા કરવાની પ્રવૃતિમાં શામિલ એવા બે બીજા બે ગામેતીઓને તેડાવ્યા. ડાયરાની વચ્ચે એ નવા હક્કદારે જાહેર કર્યું કે,"ભાઇઓ, હવે તો દીકરો હતો કે દીકરી એની કોઇ તકરાર રહી જ નથીઃ છતાં હું એમ જ કહું છું કે દીકરો જ અવતરેલો હતો એવું કહેનારા ભાઇઓ ફક્ત આ 'ગીતા' ઉપાડે, એટલે હું અરધો ગરાસ મારાં કાકીને કાઢી દેવા અટાણે ને અટાણે તૈયાર છું, ને હું એ વચન પાળવા માટે આ 'ગીતા' ઉપાડું છું."

એમ કહીને એણે ગામના એક ટીપણું જોનાર જોષી પાસેથી આણેલી ફાટેલી-તૂટેલી એક ચોપડીને ઉપાડીને આંખે લગાડી. આંખે લગાડનાર અભણ હતો; તેથી એને ખબર પણ નહોતી કે, આ ગીતા છે કે ગજરામારુની વાર્તા.

અમલદાર બ્રાહ્મણ હતો. એ તો ત્યાં દિગ્મૂઢ બની ગયો. આગળ બેઠેલા એ બન્ને ગામેતીઓએ અને બાઇના ભાઇએ, જેમણે આટલાં બાળકોની હત્યા કરતાં આંચકો નહોતો ખાધો, તેમણે જવાબ દીધોઃ

"'ગીતા' તો અમે નહિ ઉપાડીએ !"