પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


ગંગા ! તને શું થાય છે ?


ત્રવાડીનો ખાંચો એની સંકડાશ માટે જાણીતો છે. દિવસે દિવસે એ વધુ સાંકડાતો જાય છે. તુળજાશંકર અંતકાળિયાને વૈદું અને ધનેશ્વરકાકને લાલ મિલ પડખેની હૉટલ કામધેનુઓ શાં થઈ પડ્યાં હોવાથી તેઓએ હમણાં જ નવી મેડીઓ ચણાવી છે. રાતોરાત પાયો લેવરાવીને ખાંચાની બબ્બે હાથ જમીન દબાવી કાઢી છે. મ્યુનિસિપાલિટીના દાંતોમાં દઈને આ મર્દાઈ કરી છે. દરેક વાતમાં છાતી જોઈએ, ભાઈ, છાતી !

એ બન્ને નવાં મકાનોની વચ્ચે એક જૂનું. જીર્ણ ખોરડું જાણે કે ભીંસાઈને ચેપાતું ચેપાતું ઊભેલું છે. માગશર માસના સવારની પહેલી તડકી માંડ-માંડ જાણે હાંફતી-હાંફતી એ ખોરડાના ઓટલા ઉપર ઊતરતી હતી, અને રાજારામનાં ડોશી કંકુમા પોતાના દીકરાનાં ત્રણ નાગાંપૂગાં છોકરાંને એ તડકીમાં તપાવતાં બેઠાં હતાં.

તુળજાશંકર અને ધેન્શ્વરનાં બાળકો શિયાળાના અંગે ખાસ બનાવેલ અડદિયા પાકનો અક્કેકો લાડુ લઈને પોતપોતાની મેડીઓની પરશાળમાં ઊભાં ઊભાં ખાતાં હતાં. પણ તેથી શું થઈ ગયું ? નીચે બેઠેલાં રાજારામનાં ભૂલકાંને શરીરે લૂખસની જે મીઠી-મીઠી ખૂજલી ઉપડતી હતી, તે શું કાંઈ ઓછી લહેરની વસ્તુઓ હતી ! ડોશી પણ પોતાના માથાના મૂંડા ઉપર અને તામ્રવરણા, કરચલિયાળા હાથ પગ ઉપર ખણી-ખણીને લોહીના ટશિયા કાઢી રહ્યાં હતાં. મેડી પર ઊભેલાં બાળકોને પોતાના હાથનો અડદિયો ચૂપચાપ ખાઈ લેવામાં પૂરી મજા નહોતી પડતી, એટલે તેઓ નીચેનાં છોકરાંને, "જો, મારે અડદિયો ! તારે છે કાંઈ ?" એમ ટગાવીને નવો સ્વાદ નિપજાવી રહ્યાં હતાં. ખજવાળતાં-ખજવાળતાં એ છોકરાં પેલા આકાશના