પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન થાય. ખીરું તમને જરે જ નહિ."

"કેમ ?"

"ઈ લોઢા જેવું અજર છે. પે'લવેતરી ભેંસનું ખીરું અમે લાકડાની ભૂંગલીમાં દોઈને ભરી લઈએ, અને એ સુકાઈ ગયા પછી ભૂંગળું તોડીને કાઢીએ. પછી એમાંથી ચાકુએ કરી-કરીને કાપીએ: માળાના પારા બનાવીએ. એવું વજ્જર તમને પચે ? તમારા કોઠા ક્યાં ! અમારા કોઠા ક્યાં !"

"ત્યારે તમારે રતાંધળા નહી - એમ ?"

"ના, રતાંધળું લોક-વરણ. એને દિ' આખો ઉઘાડે પગે ખેતર ખૂંદવાનાં: આંખ્યું ને કપાળ ઉપર તાપ વરસે. ન મળે ઘેર દૂઝાણાં: છાંટો છાશેય તમારા શેઠીયાઓના પ્રતાપમાં પામે છે કંઈ લોક ? નકર દૂધ-ઘીની શી સાડીબાર ! છાશની તાંસળીયે પેટ ભરવા મળતી હોયને, ત્યાં સુધી આંખ્યુંનાં રતન ઝગારા કેમ ન કરે? પણ તમારી શેઠાણીઉં..." ભીમાએ હાથ જોડ્યા.

"કાં, તોબા કેમ ન કરો છો અમારી શેઠાણીઓથી? હાથજોડ્ય કેમ કરો છો ?"

"એ ભાઈ ! આમ જુઓ તો દેરાં પૂજે. કીડી-મકોડી ન મારે, લાંઘણ્યું કરે; ને આમ જુઓ તો છાશને સાટે દળણાંપાણી કરાવીને વસવાયાંનો જીવ લઈ જાય. વાણિયો હાટડે બેસીને ચૂસે, ને વાણિયાણ્યું ઘરે વૈતરાં કરાવે એક દોંણી પાંખી, મોરના આંસુડાં જેવી છાશ સારુ. નીકર લોકના શરીર ! જ્યાં સુધી રોટલો ગળે ઉતારવાની છાલિયું છાશ જડે, ત્યાં સુધી મહેનતુ અને કઠણ બાંધાના લોકોનાં શરીર કાંઈ કથળે કે' દિ' ? અટાણે જુઓ તો હજાર રોગ આંખ્યુંના જ ફાટી નીકળ્યા છે લોકોને."

"દવા -"

"હવે તમારી દવાયું ને તમારાં ધરમાઉ દવાખાનાં ને તમારી આખુંમાં સૂયા-ચાકુ ઘાલવાની વાતું રે'વા જ દઈએ: એમાં માલ નથી. સાવી વાત તો ઘેર-ઘેર દૂઝણાંવાઝણાંની છે. પણ ઈ તો લાંબો રોગ: એના