પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


કિશોરની વહુ


તે દિવસે લગભગ અરધું ગામ આભડવા નીકળ્યું હશે. મોતીશા શેઠના કિશોરની વહુને સવારે પાંચ વાગ્યે કાઢી ગયા ત્યારે શેરીએ શેરીએ સ્ત્રીઓ એકમોંએ વખાણ કરતી હતી કે "સસરો હોય તો મોતીશા શેઠ જેવો જ હોજો ! રોજ વીસ-વીસ રૂપિયાની તો દવાયું વાપરી છે. ઠેઠ મુંબઇથી મઢ્યમું તેડાવી ગોરો સર્જન રોજના પાંચસે રૂપિયે દોઢ દિ'ને બે રાત બેસી રહ્યો. ઠેઠ પાતાળેથી પણ જીવ પાછો વાળે તેવી ભારે ભારે દવાઓની પિચકારીઓ મુકાવી. ખરચ કર્યામાં સાસરે પાછું વાળી નથી જોયું. અને રાતે બે વાગ્યે જ્યારે ગોરો દાક્ટર ટોપી પછાડીને ઊભો થઇ ગયો, ત્યારે તો શેઠ કાંઇ રોયા છે ! કાંઇ રોયા છે ! આ મોમાં લીલું દાતણ છે ને ખોટું નહિ કે'વાય, ભગવાનઃ આવો સસરો તો જેણે પરભવ પૂરાં પૂજ્યાં હોય તેને જ મળે."

"અને, બાઇ, મડાને ચૂંદડી ઓઢાડવી'તીઃ ઘરમાંથી સાસુએ વહુના ટ્રંકમાંથી જૂનું ઘરચોળું કાઢી આપ્યું; પણ ડેલીએથી સસરે પાછું મોકલી કહેવરાવ્યું કે, 'કિનખાબની સાડી આપણે વિવા વખતે છાબમાં મૂકી હતી, તે લઇ આવો. અત્યારે વહુ જેવી વહુ ગઇ, અને આપણો જીવ એક ગાભામાં ગરી રહે છે ! જો'શે ત્યારે બીજું ક્યાં નથી લેવાતું ? પ્રભુનો પ્રતાપ છે.'

"બાળવામાં પણ અધમણ ચંદન, અને એક ડબો ઘી... આખે રસ્તે છેક સ્મશાન સુધી 'જે જે નંદા ! જે જે જીનંદા !' કરતા શેઠે પોતે મોઢા આગળ ચાલી ભંગિયાને ખોબેખોબે પાયલી બે-આનીઓ ઉડાડી. ગામને મસાણ-છાપરી નહોતી, તે દુઃખ ત્યાં બેઠાંબેઠાં જ ટાળ્યું. એમ ઘણો ધરમાદો કર્યોઃ મોતીશાએ વહુની પાછળ લખલૂટ વાપર્યું. બાઇ મૂઆ માણસના અવગુણ