પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાટણની પટોળીમાંથી તમનુમતીના વદનને રૂપ રૂપ કરી મૂક્યું. ચંદ્રશેખરે એના કંઠમાં પંદર દિવસથી પૂરેલી મેના ટહુકી ઊઠી. અણગમતાઅ અને કદરૂપા પતિના ઔદાર્ય સામે ઢળી પડીને આંસુ સારતી મેના ગુર્જરીના છેલ્લા દ્રશ્યે તો પ્રેક્ષકોની છાતી ભેદી નાખી.

ત્રણેય કલાકારો તનુમતીને મોટારમાં લઈને ઘેર મૂકવા જતા હતા. મોટર ફરતી ચિકાર દુનિયા વાહ-વાહ બોલતી હતી.

'તનુમતી ! શહેરની અજોડ કલાધરી તનુમતી !" યુવાનોને સ્વપ્નો આવવા લાગ્યાં.