પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી મને ઘોઘરો અવાજા સંભળાયો:

“પાનકોર ડોશી! એ હે... પાનકોર ડોશી! એલી એ ડોકરી! આવવું છે કે નૈ?”

ફરી પાછા સાંકળના શિરા-પછડાટા: ઠક! ઠક! ઠક!

ઊંઘમાં ને ઊંઘમાં મને એમાં થતું હતું કે જાણે પાનકોર ડોશીને તેડવા કોઈ જમ આવ્યો હતો. એ રાતના ત્રીજા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સૂનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધબેસતી લાગી.

કાગાનીંદરમાં મને એમ લાગ્યું કે આ ખખડાટ ને આ ઘોઘારા હાકોટા અમારી ખડકી એ નહિ પણ બાજુની ખડકી ઉપર ચાલી રહ્યા છે. થોડી વારે તો એ ખડકીમાં બેલાસા વધ્યો. જુદા જુદા બોલા સંભળાયા:

“એલા આમદ ! બોકાસામ શું નાખી રિયો છો?”

“આ પાલાવાળા આખી રાત કોઈને ઊંઘનું મટકુંય લેવા થોડા આપે છે, માડી!”

“પણ તઈં ઈ રાંડ ડોકરીને જ કોઈક કહોને કે માવડી, હવે ઝટ હોંકારો તો દે- એટલે આમદ પાલાવાળો ખડકી ભભડાવતો મટે!”

“રાંડ બેરકી છે ને ! કાન તે કોના લેવા જાય!”

ફરી પાછી સાંકળ ટિપાવવા લાગી, ને આમદ પાલાવાળો એટલું બોલીને ચાલતો થયો કે “ઈ ડોકરીને રાંડને કે’ જો કો’ક – કે જો ગાડીએ આવવું હોય તો હાલને હાલ ઝાંપે પોગી જાય; નીકર હું પાલો હાંકી મેલશ. હમણે અસવાર આવી પોગશે; પછેં તમામ પાલા હાલશે ને હું એકલો વાંસે નહિ રઉં. મારાં બીજા છડિયાં ફાસ ગાડી ચૂકે ! ને ઈ રાંડ ડોકરીને કે’જો કે હું ફદિયાં રોકડાં લઈ મેલશ કાલ સાંજે આવીને.”

મારી બારીમાંથી – બારી તો એને કેમ કહેવાય ? મારા નાનકડા જાળિયામાંથી – મેં ઊઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેશથી છવાયેલું, ધુમાડિયું ફાનસ લઈ ને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો.

અમારી આસપાસના લત્તામાં લધામાં લધા સોની ખડકીમાં, વેલજી