પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જુદા લત્તાઓના ચોકિયાતોએ પોતાના 'હૂ-ઉ-ઉ...' સ્વરો વડે સારાય ગામમાં પહોંચાડ્યા.

આમ આખી રાત ગામાં જાગતું જ સૂતું. મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતાં હશે? શી રીતે થાકા ઉતારતાં હશે? ચોકિયાત જો સહુને જાગતાં સૂવાનું કહેતા તેમજ જગાડતા જ ફર્યા કરે, તો ચોકી શાની! અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે!

આખી રાત આ છોકરાં રડે છે ને માંદાં ફફડે છે, આખી રાતા ફળિયે ફળિયે કોઈ રોગના કાણકાટ ચાલે છે. ને આઘે આઘે એ શા તીક્ષ્ણ અવાજ આવે છે?-

‘રા...મ! મ...હા...વી.. ર!રા...મ!’

આટલા કાના ફાડી નાખતા અવાજે આ કોણા આવી ભીષણ પ્રાર્થાના કરી રહ્યું છે?

“ગગા!” મારી માએ કહ્યું: “ઇ તો ત્રીકમ વાલજીના ધીરુને ખેન (ક્ષય) થ્યું’તુને, ઈ અંતકાળ લાગે છે એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવા ઊંડો ઉતરી ગયો હશે ને, તે ઓછો અવાજે સાંભળી શેનો શકે બાપડો?”

હું રોમ રોમ ધ્રૂજતો હતો. મારી છાતી ઉપર જાણે કે આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજાદારા બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસાં ખાતી બાએ મને કહ્યું કે “ગગા, હવે તારુંય ટાણું થઈ ગયું. તારીય પાલાગાડી હમણે ખડકીએ આવીને ઊભી રે’શે તું મોં-બો ધોઈ લે, માડી! ને ઈ તો આ ગામમાં થિયા જ કરવાનું. મોટે ફળિયે ઝમકુ માની દિવાળીના હવે દા’ડા ગણાય છે. સોની ફળિયામાં મેરામણને તો ત્રણ વારા ઝોબો આવી ગ્યો: હજુ પોર જ પરણ્યો’તો બાપડો; હવે એકાદ રાતનો મે’માના છે. વેલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી, ત્યાં હું જેવા ગલઢાંખખ્ખનું તો શું પૂછવું? અમે તો રાતમાં ધરમ-બોલ બોલતા સાંભળીએ કે તરત વરતી કાઢીએ કે આ ફલાણું ફલાણું ઉપડ્યું...”